News of Friday, 24th May 2024
૧૧ કરોડના ગ્લેન મેકસવેલના સીઝનમાં માત્ર બાવન રન
IPLમાં સૌથી વધુ ૧૮ વખત શૂન્ય પર આઉટ થવામાં દિનેશ કાર્તિકની કરી બરાબરી

મુંબઇ, તા.૨૪: ૩૬ વર્ષનો ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅકસવેલ એલિમિનેટર મૅચમાં ખરાબ બૅટિંગ અને ફીલ્ડિંગને કારણે ટ્રોલ થઈ રહ્યો છે. ૧૧ કરોડના આ ખેલાડીએ વર્તમાન સીઝનમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ માટે ૧૦ મૅચમાં બાવન રન ફટકારીને ૬ વિકેટ લીધી છે. સીઝનની મધ્યમાં તેણે ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બ્રેક લીધો હતો. છેલ્લી ચાર સીઝનમાં બૅન્ગલોર માટે આ તેનું સૌથી કંગાળ પ્રદર્શન રહ્યું. તેણે વર્તમાન સીઝનમાં ચોથી વખત શૂન્ય પર આઉટ થઈને ટુર્નામેન્ટમાં ઇતિહાસમાં સૌથી વધુ ૧૮મી વખત શૂન્ય પર આઉટ થવામાં દિનેશ કાર્તિકની બરાબરી કરી હતી. તેના આ પ્રદર્શનને જોતાં તેને આગામી સીઝન માટે બૅન્ગલોર ફ્રૅન્ચાઇઝી રિટેન કરશે કે નહીં એ ચર્ચાનો વિષય બની ગયો છે

(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
