<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

મેં કે બીસીસીઆઈએ કોઈ ઓસ્ટ્રેલિયનને કોચ બનવાની ઓફર કરી નથીઃ જય શાહ

નવી દિલ્હી: રાહુલ દ્રવિડ બાદ ભારતીય ટીમના નવા કોચ કોણ હશે તે પ્રશ્નને લઈને ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે. દરમિયાન, બીસીસીઆઈના સચિવ જય શાહે સ્પષ્ટ કર્યું છે કે આ પદ માટે કોઈ પણ ઓસ્ટ્રેલિયનનો સંપર્ક કરવામાં આવ્યો નથી અને મીડિયામાં જે અહેવાલો ચાલી રહ્યા છે તે ખોટા છે આ અફવાઓમાં કોઈ સત્ય નથી. BCCI પુરૂષ ક્રિકેટ ટીમ માટે નવા મુખ્ય કોચની શોધમાં છે, કારણ કે રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થશે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 13 મેના રોજ સોશિયલ મીડિયા દ્વારા ભારતીય પુરૂષ ટીમના નવા મુખ્ય કોચ માટે અરજીઓ આમંત્રિત કરી હતી, જેની અંતિમ તારીખ 27 મે નક્કી કરવામાં આવી છે. ભારતના આગામી મુખ્ય કોચની નિમણૂક 1 જુલાઈ, 2024 થી 31 ડિસેમ્બર, 2027 સુધીના સમયગાળા માટે થશે.

 

(6:18 PM IST)