<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

પૂર્વ CSK ખેલાડીએ પહેલા વિરાટ કોહલીના ઘા પર મીઠું છાંટ્યું, હવે RCB ફેન્સ માટે લખ્યો ખાસ સંદેશ

અંબાતી રાયડુએ RCB ખેલાડીઓના ઘા પર મીઠું ભભરાવ્યું :હવે તેણે RCB ફેન્સ માટે X પર એક પોસ્ટ લખી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ

મુંબઈ : પ્લેઓફમાં RCBની હાર પછી, ચેન્નાઈના ભૂતપૂર્વ ખેલાડી અંબાતી રાયડુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેને ચાહકો વિરાટ કોહલી અને RCB ટીમ પર આડકતરો ટોણો માની રહ્યા છે. અંબાતી રાયડુએ પાંચ વખતની IPL વિજેતા ટીમ CSKનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં CSKના ખેલાડીઓ ખૂબ જ સાદગીથી ઉજવણી કરી રહ્યાં છે.

   જ્યારે RCBની ટીમ તેની છેલ્લી લીગ મેચમાં CSK સામે જીતી ત્યારે તેણે એવી ઉજવણી કરી કે જાણે તેણે IPLનો ખિતાબ જીત્યો હોય. આવા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા જેમાં RBIના ચાહકો CSKના ચાહકોને ચીડવતા હતા. પહેલા અંબાતી રાયડુએ RCB ખેલાડીઓના ઘા પર મીઠું નાખ્યું, ત્યારબાદ તેણે RCB ફેન્સ માટે X પર એક પોસ્ટ લખી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  અંબાતી રાયડુએ આરસીબીના પ્રશંસકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી X મીડિયા પ્લેટફોર્મ પર તેમના મંતવ્યો શેર કરતી વખતે, અંબાતી રાયડુએ RCB ચાહકો પ્રત્યે તેમની સહાનુભૂતિ વ્યક્ત કરી અને એ પણ જાહેર કર્યું કે શા માટે RCB ટીમ 17 વર્ષમાં એકવાર પણ IPL ટ્રોફી જીતી શકી નથી.

   રાયડુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું 'હું આરસીબીના તે તમામ ચાહકોની સાથે છું જેઓ આટલા વર્ષોથી ટીમને ગર્વ સાથે સપોર્ટ કરી રહ્યાં છે. જો ટીમ મેનેજમેન્ટ અને નેતાઓએ વ્યક્તિગત લક્ષ્યો કરતાં ટીમના હિતને વધુ ધ્યાનમાં રાખ્યું હોત, તો RCB અત્યાર સુધીમાં ઘણા ટાઇટલ જીતી શક્યું હોત. જસ્ટ યાદ રાખો કે કેટલા મહાન ખેલાડીઓને ટીમમાંથી જવા દેવામાં આવ્યા હતા. તમે બધાએ સાથે મળીને મેનેજમેન્ટ પર એવા ખેલાડીઓને લાવવા માટે દબાણ કરો કે જે ટીમને સૌથી આગળ રાખે. મેગા ઓક્શનથી એક નવો અને અદ્ભુત પ્રકરણ શરૂ થઈ શકે છે. ભલે રાયડુએ મોટા ખેલાડીઓની વાત કરી હોય. પરંતુ કોઈ ખેલાડીનું નામ આપવામાં આવ્યું ન હતું.

  IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સની જીત સાથે અંબાતી રાયડુએ IPLમાંથી નિવૃત્તિ લીધી. 38 વર્ષીય અંબાતીએ આઈપીએલમાં કુલ 204 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન રાયડુએ 28.2ની એવરેજથી બેટિંગ કરતા 4348 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 22 અડધી સદી ફટકારી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય અંબાતી રાયડુ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે. રાયડુએ ભારત માટે 55 વનડે અને 6 ટી20 મેચ પણ રમી છે. ODIમાં તેણે 3 સદી અને 10 અડધી સદીની મદદથી 1694 રન બનાવ્યા છે.

(11:43 PM IST)