News of Saturday, 25th May 2024
IPL ફાઇનલ જીતનારી ટીમ પર થશે ધનવર્ષા :RCBને મળશે કરોડો: જાણો કઈ ટીમને કેટલા રૂપિયા મળશે ?
કરોડોના ઈનામી રકમ ઉપરાંત ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ફેઝ જેવા એવોર્ડમાં પણ રૂપિયા મળશે

IPL 2024ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ સામસામે ટકરાશે. હૈદરાબાદે રાજસ્થાનને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જાણીએ કે જીતનારી ટીમને કેટલા પૈસા મળશે. - કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદમાંથી જીતનારી ટીમને કરોડોના ઈનામ મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં આ કારણે આરસીબીને પણ કરોડો રૂપિયા મળશે
IPL 2024 ની વિજેતા ટીમને માત્ર ચળકતી ટ્રોફી જ નહીં પરંતુ ઈનામી રકમ તરીકે મોટી રકમ પણ મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2024ની ચેમ્પિયન ટીમને 20 કરોડ રૂપિયા ઈનામ તરીકે મળશે. જ્યારે ફાઇનલમાં હારનાર ટીમને પણ 13 કરોડ રૂપિયા મળશે. સાથે જ ત્રીજા અને ચોથા ક્રમે આવનાર ટીમને પણ કરોડો રૂપિયા મળશે. ત્રીજા ક્રમે આવનાર ટીમને 7 કરોડ રૂપિયા અને ચોથા ક્રમે આવનાર ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે. આ હિસાબે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6.5 કરોડ રૂપિયા મળશે. કારણ કે તેની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તો રાજસ્થાન રોયલ્સને 7 કરોડ રૂપિયા મળશે.
IPLમાં વિજેતા અને રનરઅપ ટીમોને મળેલી ઈનામી રકમ ઉપરાંત અન્ય ઘણા પુરસ્કારો પણ આપવામાં આવે છે. જેમાં ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ફેઝ જેવા એવોર્ડનો સમાવેશ થાય છે. અમે તમને આ તમામ પુરસ્કારો અને તેનાથી સંબંધિત ઈનામની રકમ વિશે જણાવી રહ્યા છીએ. IPLની આખી સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ એવોર્ડ આપવામાં આવે છે. ઓરેન્જ કેપના વિજેતાને 15 લાખ રૂપિયા આપવામાં આવશે.
ઓરેન્જ કેપ જીતવાની રેસમાં વિરાટ કોહલી સૌથી આગળ છે. તે જ સમયે, IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ મળે છે. આ વખતે 15 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે. જ્યારે, ઉભરતા ખેલાડીને 20 લાખ રૂપિયાનું ઈનામ મળશે. હર્ષલ પટેલ પર્પલ કેપની રેસમાં આગળ છે.
24 મેના રોજ ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાયેલી ક્વાલિફાયર-2 મેચમાં હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રને હરાવી દીધું છે. મેચમાં રાજસ્થાનને જીત માટે 176 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પણ તે સાત વિકેટ પર 139 રન જ બનાવી શકી હતી. શરુઆતમાં રાજસ્થાન હૈદરાબાદ પર હાવી રહ્યું હતું પરંતુ અંતમાં હૈદરાબાદ બોલિંગમાં રાજસ્થાનના હાથમાંથી જીત છીનવી લીધી હતી.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
