<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

આ 5 યુવા ખેલાડીઓ પહેલીવાર રમશે T20 વર્લ્ડ કપ ક્રિકેટ રસિકોની રહેશે નજર : મચાવી શકે છે હલચલ

T20 વર્લ્ડ કપ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવી સુપર સ્ટાર બની શકે છે

   

મુંબઈ : T-20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. ટુર્નામેન્ટની ફાઈનલ 29 જૂને રમાશે. આ T-20 વર્લ્ડ કપની સાતમી આવૃત્તિ છે. પ્રથમ T-20 વર્લ્ડ કપ 2007માં રમાયો હતો જેમાં ભારતીય ટીમ વિજેતા બની હતી. આ સાથે જ ઈંગ્લેન્ડની ટીમ 2022માં ટાઈટલ જીતવામાં સફળ રહી છે. ન્યૂઝીલેન્ડને હરાવીને ઈંગ્લેન્ડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

  T20 વર્લ્ડ કપ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવે છે અને સુપરસ્ટાર બને છે. આ વખતે પણ કેટલાક યુવા ખેલાડીઓ છે જેના પર નજર રાખવામાં આવશે

   જો કે તે ભારતનો સુપરસ્ટાર છે પરંતુ તે પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમવા જઈ રહ્યો છે. જયસ્વાલે વિશ્વ ક્રિકેટને પોતાની કુશળતા બતાવી છે. આ વખતે જયવાલ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા જોવા મળશે. આવી સ્થિતિમાં વિશ્વ ક્રિકેટની નજર તેના પર રહેશે. જયસ્વાલે અત્યાર સુધીમાં 17 T20માં 162ના સ્ટ્રાઈક રેટથી 502 રન બનાવ્યા છે. રોહિત સાથે તેની બેટિંગ જોવાનો એક અલગ જ આનંદ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જયસ્વાલ આ T-20 વર્લ્ડ કપમાં એક અલગ જ કારનામું કરીને વિશ્વ ક્રિકેટને ચોંકાવી દેશે.

દરેકની નજર રહેશે. પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા ટ્રિસ્ટન સ્ટબ્સ પર સાઉથ આફ્રિકાની ટીમે મોટો દાવ રમ્યો છે. જો આ બેટ્સમેન ક્રિઝ પર અટકશે તો બોલરો મુશ્કેલીમાં મુકાઈ જશે. આઈપીએલની આ સિઝનમાં આ યુવા બેટ્સમેને પોતાની બેટિંગની કૌશલ્ય દેખાડી છે. આ સિઝનમાં, સ્ટબ્સે 191ના સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવીને આઈપીએલમાં હલચલ મચાવી હતી

  નેપાળનો દીપેન્દ્ર સિંહ એરી ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે T20Iમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા. આ સાથે જ એશિયન ગેમ્સમાં આ બેટ્સમેને 9 બોલમાં ફિફ્ટી ફટકારીને યુવરાજ સિંહનો સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ બેટ્સમેને અત્યાર સુધી 64 T20I મેચમાં 1626 રન બનાવ્યા છે. T-20 ઇન્ટરનેશનલમાં દિપેન્દ્ર સિંહ એરીની સ્ટ્રાઇક રેટ 146.75 છે 

  વિલ જેક્સને કોણ ભૂલી શકે? વિલ જેક્સે આઈપીએલમાં પોતાની બેટિંગથી કરિશ્મા કર્યો હતો. આ T20 વર્લ્ડ કપમાં વિપક્ષી બોલરો માટે ઈંગ્લેન્ડનો વિલ જેક્સ સૌથી મોટો ખતરો છે. ટી20 ક્રિકેટમાં આ બેટ્સમેને 159ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડના આ યુવા બેટ્સમેને આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 4 સદી ફટકારી છે. ઇંગ્લેન્ડનો આ ઓલરાઉન્ડર IPL 2024માં 8 ઇનિંગ્સમાં કુલ 230 રન બનાવવામાં સફળ રહ્યો હતો, જ્યારે તેણે આ દરમિયાન એક સદી અને એક અડધી સદી પણ રમી હતી.

    જેક્સે આઈપીએલમાં બોલિંગ દરમિયાન બે વિકેટ પણ લીધી હતી. ગુજરાત સામેની મેચમાં તેણે જે વિસ્ફોટક રીતે સદી ફટકારી હતી તેણે ચાહકોને ચોંકાવી દીધા હતા. આ મેચમાં જેક્સને 50થી 100 રન સુધી પહોંચવામાં માત્ર 10 બોલનો સમય લાગ્યો હતો. આવી સ્થિતિમાં આ બેટ્સમેનનો આતંક આ ટૂર્નામેન્ટમાં પણ જોવા મળી શકે છે.

આ T20 વર્લ્ડ કપમાં શમર જોસેફ પર પણ નજર રહેશે, ત્રણ T20 મેચ રમી ચૂકેલા આ ફાસ્ટ બોલર ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝ માટે એક્સ ફેક્ટર બની શકે છે અને તેની ઝડપી ગતિ અને યોર્કરથી બેટ્સમેન માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. શમર જોસેફ એક એવો બોલર છે જે પોતાની બોલિંગથી પાયમાલ કરી શકે છે.

(11:49 AM IST)