<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

રાયડુ તું જોકર છે ! અને હંમેશા જોકર જ રહીશ : કેવિન પીટરસન

અંબાની રાયડૂએ પહેલા ઓરેન્‍જ કોટ પહેર્યા બાદ કોલકતા ચેમ્‍પિયન બનતા બ્‍લૂકોટ પહેરી લીધો હતો

 

નવી દિલ્‍હીઃ ભૂતપૂર્વ ભારતીય બેટ્‍સમેન અંબાતી રાયડુ અને ભૂતપૂર્વ ઇંગ્‍લિશ બેટર  કેવિન પીટરસનનો એક વિડિયો સોશ્‍યલ મીડિયા પર ભારે વાઇરલ ગયો છે. આ વિડિયોમાં જોવા મળ્‍યું કે આઇપીએલ ફાઇનલ બાદ કોમેન્‍ટરી શોમાં લાઇવ ટેલિકાસ્‍ટ દરમ્‍યાન પીટરસન ચેન્નઇ સુપર કિંગ્‍સના ભૂતપૂર્વ બેટર રાયડુને જોકર કહી રહ્યો છે.

હકીકત એ છે કે ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને સપોર્ટ કરવા રાયડુએ પહેલા ઓરેન્‍જ રંગનો કોટ પહેર્યો હતો. પણ કોલકતા નાઇટ રાઇડર્સ ચેમ્‍યિયન બનની એ બાદ તેણે બ્‍લુ રંગનો કોટ પહેર્યો હતો, પણ કોલકતા નાઇટ રાઇડર્સ ચેમ્‍પિયન બની એ બાદ તેણે બ્‍લું રંગનો કોટ પહેરી લીધો હતો. આ ઘટના પર રાયડુને ટ્રોલ કરતા કેવિન પીટરસને મજાકમાં કહ્યું હતું કે તું જોકર છે અને હંમેશા જોકર જ રહેશે. પીટરસનની આ રમૂજ પર જવાબ આપતા રાયડુએ કહ્યું હતું કે હું બન્ને ટીમને સપોર્ટ કરતો હતો, હું સારા ક્રિકેટના પક્ષમાં છું.

(3:59 PM IST)