<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

''સારા અલી ખાન હોટ, અનન્યા પાંડે હોટ''

લાઇવ સ્ટ્રીમીંગ દરમ્યાન રિયાન પરાગની યુટયુબ સર્ચ-હિસ્ટરી થઇ લીક

નવી દિલ્હીઃ આસામનો બાવીસ વર્ષનો યુવા ક્રિકેટર રિયાન પરાગ ઇન્ડિયન પ્રીમિયર લીગ ની ૧૭મી સીઝનની સમાપ્તિ બાદ ફરી ચર્ચામાં છે. આ વખતે તે પ્રદર્શનને કારણે નહીં પણ યુટ્યુબ સર્ચ-હિસ્ટરીને કારણે ચર્ચામાં છે.યુટ્યુબ પર ગેમિંગ ૧૭ રંગ ચેનલના લાઇવ સ્ટ્રીમિંગ દરમ્યાન કંઈક  સર્ચ કરતા સમયે તેની સર્ચ-હિસ્ટરી લીક થઈ હતી, જેમાં તેણે વિરાટ કોહલી સહિત સારા અલી ખાન હોટ અને અનન્યા પાંડ હોટ પણ સર્ચ કર્યું હોય એવું જાણવા મળ્યું હતું. લાઇવ સ્ટ્રીમિંગની આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો.

કેટલાક લોકોએ લાઇવ સ્ટ્રીમિંગ વખતે બનિયાન પહેરીને બેસેલા રિયાન પરાગને ટ્રોલ કર્યો હતો, જ્યારે કેટલાક લોકોએ એને ભારતના સામાન્ય યુવાનની હરકત ગણીને ટ્રોલ કરવાનું ટાળ્યું હતું.

રાજસ્થાન રોયલ્સના આ મિડલ ઓર્ડર બેટરનું પ્રદર્શન ૧૭મી સીઝનમાં શાનદાર રહ્યું હતું, તેણે ૧૫ મેચમાં ૧૪૯.૨૨ના સ્ટ્રાઈક-રેટથી  ૫૭૩ રન ફટકાર્યા હતા. ૪૦ ચોગ્ગા અને નં ૩૩ સિકસર ફટકારનાર રિયાન પરાગે રાજસ્થાન માટે ૪ ફિફ્ટી પણ ફટકારી હતી.

(5:09 PM IST)