News of Thursday, 30th May 2024
સ્ટોપ ક્લોકથી લઇને રિઝર્વ ડે સુધી, ટી-૨૦ વર્લ્ડ કપ માટે ICC છે કડક, આ હશે પાંચ નવા નિયમો
આખો મેચ ૩ કલાક ૧૦ મિનિટમાં પુરો કરવો પડશે, ઇનિંગ્સ બ્રેક ૨૦ મિનિટનો

નવી દિલ્હીઃ આઈસીસીએ રિઝર્વ ડેના નિયમમાં પણ ફેરફાર કર્યો છે.આ નિયમ ક્રિકેટના મેદાન પર પહેલીવાર જોવા મળશે. આઈસીસી વર્લ્ડકપ માટે શેડ્યૂલની તો જાહેરાત કરી દીધી છે, વર્લ્ડકપને આડે હવે માત્ર ગણતરીની કલાકો જ બાકી છે. તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચુકી છે. આ મેગા ઈવેન્ટ માટે આઈસીસીએ નવા નિયમોનું લિસ્ટ પણ તૈયાર કરી લીધું છે. આ વખતે વર્લ્ડકપમાં એવું જોવા મળશે જે તમે ક્યારેય જોયું નહિ હોય. ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ માટે આઈસીસી કોઈ ભૂલ કરવા માંગતુ નથી. ત્યારે ૫ એવા નિયમો છે જે આ ટૂર્નામેન્ટમાં આપણે જોવા મળશે.
સૌથી પહેલા સ્ટોપ ક્લોક નિયમ છે. આ નિયમ બોલિંગ કરી રહેલી ટીમને એક ઓવર પૂર્ણ થયા પછી ૧ મિનિટની અંદર બીજી ઓવર શરુ કરવાની રહેશે. જો આવું ન થયું તો ૫ રનની પેનલ્ટી લાગશે. એટલે કે, જો નિયમ તોડવામાં આવશે તો બેટિંગ કરનાર ટીમના સ્કોરમાં ૫ રનનો વધારો કરવામાં આવશે. જોકે, અમ્પાયર આ માટે ફિલ્ડિંગ ટીમને બે વાર ચેતવણી આપશે. ત્રીજી વખત નિયમોનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમ ક્રિકેટના મેદાન પર પહેલીવાર જોવા મળશે.આઈસીસી મેચના ટાઈમિંગને લઈને ટી૨૦ વર્લ્ડકપમાં સખત છે.
આઈસીસીએ આખી મેચ પૂર્ણ કરવા માટે ૩ કલાક અને ૧૦ મિનિટનો સમય રાખવામાં આવ્યો છે. જો આવું ન થયું તો બોલિંગ કરનારી ટીમને આનું નુકસાન ભોગવવું પડશે. જો સમયનું ઉલ્લંધન થયું તો કેપ્ટને સર્કલની અંદર ફિલ્ડરને બોલાવવો પડશે. ICCએ ઇનિંગ સમાપ્ત કરવા માટે ૧ કલાક ૨૫ મિનિટનો સમય રાખ્યો છે. ઇનિંગ્સના બ્રેક દરમિયાનનું અંતર ૧૦ મિનિટ નહીં પરંતુ ૨૦ મિનિટનું હશે.આઈસીસીએ રિઝર્વ ડેના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪માં પહેલી વખત એવું જોવા મળ્યું કે, જયારે બીજી સેમિફાઈનલમાં કોઈ રિઝર્વ ડે નથી. પહેલી સેમિફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે જયારે બીજી સેમિફાઈનલમાં જો વરસાદ આવે છે તો ૪ કલાક અને ૧૦ મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવશે, કા પછી મેચ પૂર્ણ થવાની રાહ જોવામાં આવશે.મેચ ટાઈ થવા પર સુપર ઓવર જોવા મળે છે પરંતુ સુપર ઓવર ટાઈ થઈ જાય તો બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ હતો. આ નિયમ વર્લ્ડકપ ૨૦૧૯માં વિવાદોમાં રહ્યો હતો. ત્યારબાદ આ નિયમને દુર કરવામાં આવ્યો છે. હવે પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી વર્લ્ડ કપમાં સુપર ઓવર જોવા મળતી રહેશે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
