<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ટીમનો એક જ ધ્‍યેય મેદાનમાં જઇ શિકાર કરવાનો : હાર્દિક પંડયા

નવી દિલ્‍હી : ભારત-પાક. વચ્‍ચેનો મેચ ન્‍યૂયોર્કમાં પણ યોજાવાની છે, આવી સ્‍થિતિમાં ટીમ ઈન્‍ડિયા આયર્લેન્‍ડ વિરુદ્ધ પાકિસ્‍તાન વિરૂધ્‍ધ પ્રદર્શનનું પુનરાવર્તન કરવા ઈચ્‍છશે અને ટીમના વાઇસ કેપ્‍ટન હાર્દિકે આ વાતની જાહેરાત પણ કરી દીધી છે. બીસીસીઆઈ દ્વારા પોસ્‍ટ કરવામાં આવેલા એક વીડિયોમાં હાર્દિકે કહ્યું કે તે મેચમાં તમામ ખેલાડીઓ સારી અનુશાસન બતાવવા માંગશે અને ટીમનો એક જ ધ્‍યેય મેદાન પર જઈને શિકાર કરવાનો રહેશે.

 ગત ટી-૨૦ વર્લ્‍ડકપમાં પાકિસ્‍તાન સામેની યાદગાર જીતના હીરોમાં સામેલ હાર્દિકે કહ્યું કે આ મેચ હંમેશા રોમાંચક હોય છે અને ખેલાડીઓ પણ તેના માટે ઉત્‍સાહિત હોય છે, પરંતુ -શંસકોનો ઉત્‍સાહ અનેક ગણો અને વધુ સારો છે. તેણે કહ્યું કે આ મેચનું વાતાવરણ ટીમની હોટલમાં જ બનાવવામાં આવ્‍યું છે, તેથી તે આ મેચની રાહ જોઈ રહ્યા છે અને જો ટીમ જોરદાર પ્રદર્શન કરશે તો તે તેમના માટે વધુ એક મહાન દિવસ હશે.

(4:39 PM IST)