<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

અમ્‍પાયરના નિર્ણય પર નારાજ થતા મેથ્‍યુ વેડને મળ્‍યો એક ડીમેરિટ પોઇન્‍ટ

નવી દિલ્‍હી,તાઃ ટી-૨૦ વર્લ્‍કકપમાં પહેલી વખત ઇન્‍ટરનેશનલ ક્રિકેટ કાઉન્‍સિલએ ખેલાડીને તેના વર્તન માટે ફટકાર લગાવી છે. ઇંગ્‍લેન્‍ડ સામેની મેચ દરમ્‍યાન અમ્‍પાયર નીતિન મેનને ડેડ બોલ ન આપતાં ઓસ્‍ટ્રેલિયન વિકેટકીપર-બેટર મેથ્‍યુ વેડે અમ્‍પાયર્સ સામે નારાજગી દર્શાવી હતી. અમ્‍પાયર્સના નિર્ણય પર અસહમતી જાહેર કરતાં ᅠઆઇસીસીએ તેને એક ડીમેરિટ પોઇન્‍ટ આપ્‍યો છે. બે વર્ષના સમયગાળામાં આ તેનો પહેલો ડીમેરિટ પોઇન્‍ટ હતો. ક્રિકેટમાં શિસ્‍ત જાણવી રાખવા માટે આઇસીસી ખેલાડીને તેમના વર્તન માટે ડીમેરિટ પોઇન્‍ટ આપે છે. જો કોઈ ખેલાડી બે વર્ષના સમયગાળામાં ૪ ડીમેરિટ પોઇન્‍ટ મેળવે છે તો આઇસીસી એ ખેલાડીને અમુક મેચ માટે સસ્‍પેન્‍ડ કરી શકે છે.

(9:19 PM IST)