News of Friday, 14th June 2024
'ના માત્ર બે જ ખાધા' :સમોસા ખાવાને લઈને ચહલ અને સિરાજ વચ્ચે જામી રસપ્રદ ચર્ચા : જુઓ વીડિયો
બંને એકબીજા પર વધુ સમોસા ખાવાનો આરોપ લગાવી રહ્યાં હતા. ચહલે કહ્યું કે, સિરાજે ચાર સમોસા ખાધા

New York ✅#TeamIndia arrive in Florida 🛬 for their last group-stage match of the #T20WorldCup! 👍 pic.twitter.com/vstsaBbAQx
— BCCI (@BCCI) June 14, 2024
મુંબઈ : ભારતીય ટીમે ટી20 વિશ્વકપ 2024માં પોતાની શરુઆતની તમામ ત્રણેય મેચ જીતી લીધી છે. બુધવારે અમેરિકાને હરાવીને ટીમે સુપર 8 માટે ક્વોલીફાઈ કરી લીધું છે. ICC ટી20 વર્લ્ડકપ 2024માં રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમે પોતાની છેલ્લી લીગ મેચ 15 જૂને કેનેડા સામે ફ્લોરિડાના લૉડરહિલમાં રમશે
. જો કે ફ્લોરિડાનું હવામાન છેલ્લા કેટલાંક દિવસથી ખરાબ છે અને સતત વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે BCCIએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો જેમાં ટીમના ખેલાડી ફ્લાઈટમાં જોવા મળે છે. વીડિયોમાં મોહમ્મદ સિરાજ અને યુજવેન્દ્ર ચહલ સમોસા ખાવાને લઈને એકબીજાના પગ ખેંચી રહ્યાં છે.
BCCI દ્વારા શેર વીડિયોમાં ફ્લોરિડા પહોંચ્યા બાદ ટીમને વરસાદનો સામનો કરવો પડ્યો છે. વરસાદના કારણે ભારતીય ટીમની પ્રેક્ટિસ સેશન પણ રદ કરી દેવાયું છે. ભારતીય ટીમને કેનેડા વિરુદ્ધ મેચ સેન્ટ્રલ બ્રોવર્ડ રિઝનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડમાં રમાશે. BCCI દ્વારા એક્સ પર વીડિયોમાં ખલીલ અહમદ ઘણાં સમય પછી ભારત તરફથી મેચ રમવા માટે ફ્લોરિડા આવવા પર ઉત્સાહિત જોવા મળ્યો. ભારતીય ટીમ સંપૂર્ણપણે તૈયાર જોવા મળી રહી છે અને આગામી મેચ કેનેડા સામે રમવા માટે તૈયાર છે. આ વચ્ચે સિરાજ અને ચહલનો એક વીડિયો વાયરલ થયો છે જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
ફ્લાઈટ અંગે ખેલાડીઓએ વીડિયોમાં પોતાનો અનુભવ શેર કરી રહ્યાં હતા, આ દરમિયાન મોહમ્મદ સિરાજ અને યુજવેન્દ્ર ચહલ વચ્ચે સમોસાને લઈને ચર્ચા કરી. આ દરમિયાન બંને એકબીજા પર વધુ સમોસા ખાવાનો આરોપ લગાવી રહ્યાં હતા. ચહલે કહ્યું કે, સિરાજે ચાર સમોસા ખાધા છે, જેના પર સિરાજે જવાબમાં કહ્યું કે, ના માત્ર બે જ ખાધા અને તે ઘણાં જ સારા હતા.
ટી20 વિશ્વકપમાં ભારતે આયરલેન્ડ, પાકિસ્તાન અને અમેરિકાને હરાવ્યું છે. ભારતીય બેટરે ન્યૂયોર્કની ખતરનાક પિચ પર રન બનાવવામાં ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમે છેલ્લે 2007માં ટ્રોફી જીતી હતી. પોઈન્ટ્સ ટેબલ મુજબ હાલ ભારત સુપર 8માં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે ટકરાશે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
