તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 15th June 2024
જર્મની મા ફૂટબોલ મહા સંગ્રામ 'યુરો 2024' માટે અભૂતપૂર્વ અને અભેદ સુરક્ષા કવચ
હિંસા, આતંકવાદ, સાયબર હુમલાઓના ખતરા ઉપરાંત યુક્રેન- રશિયા કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ ને કારણે જર્મની હાઇ એલર્ટ પર

ઈન્ટરનેશનલ પોલીસ, જર્મન પોલીસ અને જર્મન આર્મી મળીને હિંસા, આતંકવાદ, સાયબર ક્રાઇમ વગેરે જેવા ખતરા વચ્ચે ખેલ, ખેલાડી અને દર્શકો ને સુરક્ષા આપી રહ્યા છે.
દુનિયાભર થી ફૂટબોલ ચાહકો અતિ મોટી સંખ્યા મા યુરો 2024 તરફ આવી રહ્યા હોવાથી જર્મની એક વિશાળ સુરક્ષા કવચ સાથે તૈયાર છે. મ્યુનિચ માં 14 જૂનના રોજ શરૂ થવાથી લઈને બર્લિનમાં 14 જુલાઈના રોજ ફાઈનલ સુધી, 2.7 મિલિયન દર્શકો ની હાજરી હશે. તેમની સલામતી માટે જર્મનીએ સુરક્ષા નિયમો સઘન બનાવી દીધા છે.
હિંસા, આતંકવાદ, સાયબર હુમલાઓના ખતરા ઉપરાંત યુક્રેન- રશિયા કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ ને કારણે જર્મની હાઇ એલર્ટ પર છે અને આગામી મહિનામાં આ જોખમોનો સામનો કરવા પ્રતિબદ્ધ છે.
મોસ્કો મા ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ દ્વારા 22 માર્ચના આતંકવાદી હુમલા પછી હવે સુરક્ષા નિષ્ણાતો માને છે કે ટુર્નામેન્ટમાં જેહાદી આતંકવાદીઓથી એક મોટો ખતરો હોઈ શકે છે. છેલ્લા ત્રણ મહિનામાં વારંવાર, ચેમ્પિયન્સ લીગ મેચોને ધમકી પણ મળેલ છે. ગત્ મહિને ફ્રેન્ચ સુરક્ષા દળે ઓલિમ્પિક દરમિયાન ફૂટબોલ મા "ઇસ્લામવાદી પ્રેરિત" હુમલાનું કાવતરું ઘડવાના શંકાસ્પદ 18 વર્ષના યુવકની ધરપકડ કરી હતી.
જોકે છેલ્લા છ મહિનામાં, યુરોપમાં મોટાભાગના આતંકી કાવતરા નિષ્ફળ ગયા હતા, જેમાં અમેરિકન ઇન્ટેલિજન્સે મહત્વપૂર્ણ ફાળો આપેલ. આથી યુરોપિયન સિક્રેટ સર્વિસ અને અમેરિકન સિક્રેટ સર્વિસ સાથે મળીને સંયુક્ત કામગીરી કરશે. ઘટનાઓની દેખરેખ રાખવા અને જાહેર જનતાનું રક્ષણ કરવા માટે અન્ય રાષ્ટ્રીય પોલીસ દળો જર્મનીના અધિકારીઓની સાથે મળીને કામ કરશે. મેદાન પર સાદા વસ્ત્રોવાળા અધિકારીઓની એક ટીમ નજર રાખશે.
જો કોઈ મુશ્કેલી ઉભી કરે અથવા કોઈ પ્રતિબંધિત વ્યક્તિ ઘૂસે, તો તેઓ ઇન્ટરનેશનલ પોલીસ કો-ઓપરેશન સેન્ટર (IPCC) થકી જર્મન પોલીસ ને સોંપી દેશે. બેગ અને ટિકિટ માટે પણ અલગથી તપાસ કરવામાં આવશે. પોલેન્ડ, હંગેરી, ક્રોએશિયા, નેધરલેન્ડ અને રોમાનિયા સહિત ટુર્નામેન્ટમાં ભાગ લેનારા કેટલાક દેશો સમર્થકો ની હિંસાનો તાજેતરનો ઇતિહાસ ધરાવે છે. એ જોતા જર્મન અધિકારીઓએ ચેતવણી આપી છે કે ઝીરો ટોલેરન્સ એમનું મુખ્ય લક્ષ્ય છે. પકડાયેલ કોઈપણ વ્યક્તિ ને જર્મન પોલીસ સ્થળ પર જ દંડ આપે તેવી તૈયારી રાખી છે.
જર્મન સેના ડ્રોન હુમલા માટે મેચની આસપાસના આકાશ પર નજર રાખશે. જો આતંકીઓ સ્ટેડિયમ ની સુરક્ષા ને પાર ન કરી શકે તો મેચ બાદ દર્શકો ની ભીડ વાળા વિસ્તાર ને પણ નિશાન બનાવી શકે એવું નિષ્ણાતો નો મત છે. ઓનલાઇન અપરાધ જેવા કે ફૂટબોલરોને ઓનલાઈન ટ્રોલ કરવા, નકલી ટિકિટો આપવી, સ્કેમ, ફિશીંગ વગેરે સામે પણ સઘન પગલાં લેવાશે. યુરો માટે રી-સેલ, બ્લેક મા કે થર્ડ પાર્ટી એપ પર થી અનધિકૃત રીતે ટિકિટ ખરીદનારા કોઈપણ સમર્થકોને સ્ટેડિયમમાં પ્રવેશનો ઇનકાર કરવામાં આવશે કે બહાર કાઢવામાં આવશે.
આટલી સઘન તૈયારી સાથે યોજાયેલ યુરો 2024 ની સુરક્ષા મા સહયોગ આપવા માટે તમામ મુલાકાતીઓ ને અપીલ કરવામાં આવી છે
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
