<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

ભારત અને કેનેડા વચ્ચે મેચ વરસાદને કારણે રદઃ મેચ શરૂ થયા પહેલા ટીમો સૌ પ્રથમ ફૂટબોલ રમીને વોર્મઅપ કર્યો

બંને ટીમના ખેલાડીઓ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા

નવી દિલ્‍હીઃ  ભારત અને કેનેડા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઇ હતી. જેથી બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા હતા. વરસાદને કારણે મેચ રદ થઇ તો શું થઇ ગયું ક્રિકેટ નહી તો ફૂટબોલ તો ખરુ..! મહત્વનું છે કે મેચ શરૂ થયા પહેલા ટીમો સૌ પ્રથમ ફૂટબોલ રમીને વોર્મઅપ કરે છે.

આ સિવાય બંને ટીમના ખેલાડીઓ ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

મેચ વરસાદને કારણે રદ થઇ હતી. પરંતુ ક્રિકેટર્સે ચાહકોને નિરાશ ન કર્યા. ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ચાહકો પાસે જઈને ઓટોગ્રાફ આપ્યા હતા. આ સાથે ચાહકોએ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન સાથે તસવીરો પણ ક્લિક કરી.

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે આ દરમિયાન કેનેડાના ખેલાડીઓને પણ સમય આપ્યો હતો. કેનેડાના ઘણા ખેલાડીઓ ભારતીય કેપ્ટન રોહિત શર્માની આસપાસ જોવા મળ્યા હતા. કેનેડાની ટીમમાં ઘણા ખેલાડીઓ પણ ભારતના અને ભારતીય મૂળના છે. ભારતીય ટીમનો અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. વિરાટ કેનેડા તેમજ ભારતીય ટીમના અન્ય ખેલાડીઓ સાથે હસતો અને મજાક કરતો જોવા મળ્યો હતો. આવી અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મહત્વનું છે કે આયર્લેન્ડ સિવાય ભારતીય ટીમે લીગ સ્ટેજની મેચમાં પાકિસ્તાન અને અમેરિકાને હરાવ્યું હતું. પરંતુ કેનેડા સામેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમ 4 મેચમાં 7 પોઈન્ટ સાથે પોતાના ગ્રુપમાં ટેબલ ટોપર રહી. હવે ટીમ ઈન્ડિયા સુપર-8 રાઉન્ડમાં પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમશે. ભારત અને અફઘાનિસ્તાનની ટીમો 18 જૂને સામસામે ટકરાશે. જે બાદ ભારતીય ટીમ તેની બીજી સુપર-8 રાઉન્ડની મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 24 જૂને મેચ રમાશે.

(12:54 PM IST)