<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આંતરાષ્ટ્રીય યોગ દિવસ એટલે ૨૧મી જૂન : આઝાદીની ચળવળમાં સ્વામી વિવેકાનંદે નાગરિકોને આધ્યાત્મ અને યોગના માધ્યમથી વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો હતો : ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ પર ઉજવાશે : ભારતમાં યોગને વિવિધ ધર્મો અને દર્શનોમાં ઉચ્ચ કોટિનો દરજ્જો આપ્યો : યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવા દેશના આધ્યાત્મિક યોગ ગુરુઓની મહત્વની ભૂમિકા : નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં યુનાઈટેડ નેશન્સની મહાસભામાં ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો'તો જેને સ્વીકારીને મહાસભાએ વર્ષ ૨૦૧૫ થી દર વર્ષે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની ઘોષણા કરી'તી 1:27 PM IST

ઘર ફૂટે ઘર જાય યુપીની અનેક બેઠકો ભાજપ એ અંદરો અંદરની લડાઈને લીધે ગુમાવી: હારી ગયેલા ભાજપના ઉમેદવારે યોગી સરકારના રાજ્ય કક્ષાના પ્રધાન અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ઉપર ખુલ્લામાં આરોપ મૂક્યા :યુપીની સમેપુર લોકસભા સીટ ઉપરથી હારી જનાર ભાજપના રવિન્દ્ર કુશવાહાએ યુપીની યોગી સરકારના રાજ્યમંત્રી વિજય લક્ષ્મી ગૌતમ અને બલિયા ભાજપના જિલ્લા અધ્યક્ષ સંજય યાદવ પોતાની હાર માટે જવાબદાર હોવાનું કહ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે મને હરાવવા માટે આ બંને લોકોએ પ્રચાર કર્યો હતો. યુપીમાં લોકસભાની ૮૦ બેઠકમાંથી ભાજપ માત્ર ૩૩ બેઠકો ઉપર વિજેતા થયેલ છે. અનેક સીટો ઉપર હારનું કારણ ભાજપમાં અંદર અંદરની લડાઈ માનવામાં આવે છે અને હવે હારી જનાર ઉમેદવારો ખુલ્લામાં આવીને આક્ષેપો કરી રહ્યા છે.7:45 PM IST

નડાબેટમાં આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની રાજ્‍યકક્ષાની ઉજવણી થશે : ભારત-પાકિસ્‍તાન સરહદને અડીને આવેલા નડાબેટમાં યોગ અને રાષ્‍ટ્રભક્‍તિના સંયોજનથી રાજ્‍ય સરકાર અને BSFના સહ આયોજન : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં મળેલી ઉચ્‍ચ સ્‍તરીય બેઠકે ૧૦મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ આપ્‍યો : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના પ્રેરક સંબોધનનું સમગ્ર રાજ્‍યમાં જીવંત પ્રસારણ થશે રમત-ગમત રાજ્‍ય મંત્રી હર્ષ સંઘવી, યોગ બોર્ડના અધ્‍યક્ષ સહિત વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા : ‘સ્‍વયં અને સમાજ માટે યોગ' ની થીમ પર રાજ્‍યભરમાં ૩૧૨ મુખ્‍ય સ્‍થળોએ યોગ દિવસ ઉજવાશે : ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકા સુધી શાળાઓ - કોલેજીસ - આઈ.ટી.આઈ. - જેલ - આરોગ્‍ય - પોલીસ સહિતના વિભાગો અને સમગ્ર ગુજરાત યોગમય બને તેવું સુદ્રઢ આયોજન : મુખ્‍યમંત્રી - વિધાનસભા અધ્‍યક્ષ - રમતગમત રાજ્‍યમંત્રી રાજ્‍યકક્ષાના કાર્યક્રમમાં જોડાશે 2:00 PM IST

૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 'સ્વયં અને સમાજ માટે યોગ'ની થીમ પર ઉજવાશે : આંતરાષ્ટ્રીય યોગ દિવસ એટલે ૨૧મી જૂન : આઝાદીની ચળવળમાં સ્વામી વિવેકાનંદે નાગરિકોને આધ્યાત્મ અને યોગના માધ્યમથી વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો હતો ભારતમાં યોગને વિવિધ ધર્મો અને દર્શનોમાં ઉચ્ચ કોટિનો દરજ્જો આપ્યો : યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવા દેશના આધ્યાત્મિક યોગ ગુરુઓની મહત્વની ભૂમિકા નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં યુનાઈટેડ નેશન્સની મહાસભામાં ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો'તો જેને સ્વીકારીને મહાસભાએ વર્ષ ૨૦૧૫ થી દર વર્ષે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની ઘોષણા કરી'તી 4:16 PM IST

'વિનોદ' એક તેજસ્વી સંગીત દિગ્દર્શક કે જેમને કયારેય તેની યોગ્યતા મળી નથી : હિન્દી ફિલ્મ સંગીતને પોતાની ધૂનથી સુંદર બનાવનાર વિનોદનું સાચું નામ એરિક રોબર્ટ્સ હતું, પરંતુ ફિલ્મ ઉદ્યોગ માટે તેમણે વધુ જાણીતું અને ટૂંકું નામ 'વિનોદ' પસંદ કર્યું : પંજાબી ફિલ્મ સંગીતના ઈતિહાસકારો માટે આ એક મહત્વપૂર્ણ માહિતી છે કે લતા મંગેશકરે ગાયેલું સૌથી પહેલું પંજાબી ગીત વિનોદ દ્વારા સંગિતબધ્ધ ફિલ્મ 'ચમન' માટેનું પંજાબી ગીત હતું : વિનોદ લાહોરના પ્રસિદ્ઘ સંગીત દિગ્દર્શક પંડિત અમરનાથના વિદ્યાર્થી અને ત્યાર બાદ સહયોગી બન્યા હતા અને તેમની પાસેથી રાગો અને વાયોલિન પર ધૂન રચવાની મૂળભૂત બાબતો શીખ્યા : કુલ ૩૨ ફિલ્મો (૨૭ હિન્દી અને ૫ પંજાબી) માટે સંગીત કંપોઝ કરવા ઉપરાંત, તેમણે કેટલાક બિન-ફિલ્મી ગીતોની ધૂન પણ રચી હતી : તલત મહેમૂદ અને મોહમ્મદ રફી વિનોદના પ્રિય પુરૂષ ગાયકો હતા 12:26 PM IST