News of Tuesday, 18th June 2024
ટી-૨૦ વર્લ્ડ કપ સુપર-૮: ટીમ ઇન્ડિયા રણનીતિ બદલાવશેઃ ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે
ગુરૂવારે ભારત વિ. અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો કુલદીપ યાદવની ટીમમાં થશે એન્ટ્રીઃ જાડેજા અને અક્ષર સાથે સ્પિન એટેક મજબૂત બનાવશે

નવી દિલ્હીઃ ભારતીય ટીમ માટે આઇસીસી ટી-૨૦ વિશ્વકપ અત્યાર સુધી તો સારો રહ્યો છે. અને સતત ત્રણ જીત સાથે સુપર-૮માં શાનદાર રીતે જગ્યા મેળવી છે. પણ હવે પડકાર સુપર -૮નો છે. જ્યાં તેનો સામનો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલીયા સાથે થશે. ભારતીય ટીમ પોતાનો પહેલો મેચ ૦ જૂને અફઘાનિસ્તાન સામે રમશે.
એક રિપોર્ટ અનુસાર, ભારતીય ટીમ સુપર-૮ મુકાબલાઓ દરમ્યાન, પોતાની રણનીતિમાં કેટલાક ફેરફાર કરશે અને તેના હેઠળ સ્પિન બોલીંગને મજબુત કરવામાં આવશે. ગ્રુપના મેચો અમેરિકામાં રમાયા હતા. જ્યાંની પિચો ફાસ્ટ બોલરોને મદદરૂપ હતી પણ સુપર-૮ મેચો વેસ્ટ ઇન્ડીઝમાં રમાશે જ્યાં સ્પિનરોને વધુ ફાયદો મળશે.
છેલ્લા ત્રણ મેચોમાં ભારતીય ટીમ ત્રણ ફાસ્ટ બોલરો અને બે સ્પિનરો સાથે ઉભરી હતી. પણ હવે ટીમ ઇન્ડિયા બે મુખ્ય ફાસ્ટ બોલર અને ત્રણ સ્પિનરોને ફાઇનલ ઇલેવનમાં સ્થાન આપશેફ આ રણનીતિ હેઠળ, ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ ફાઇનલ ઇલેવનમાં આવશે અને તે ટીમનું સૌથી મુખ્ય હથિયાર હશે. કુલદીપ ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ સ્પિન બોલીંગને વધુ મજબૂતિ આપશે.
આ સ્થિતીમાં મોહમ્મદ સિરાજ અને અર્શદીપસિંહમાંથી કોઇ એકને બહાર બેસવું પડશે. રિપોર્ટ અનુસાર, અર્શદીપનું પલ્લુ ભારે છે કેમ કેમ તેણે અત્યાર સુધીમાં રમાયેલ ત્રણ મેચમાં સાત વિકેટો ઝડપી છે. જ્યારે સિરાજ ત્રણ મેચમાં માત્ર એક વિકેટ મેળવી શકયો છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
