તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Wednesday, 19th June 2024
એશિયન બની સ્મૃતિ માન્ધના
વિમેન્સ વન-ડે અને ટી-ર૦ના ટોપ-ફાઇવ રેન્કિંગ્સમાં સ્થાન મેળવનાર એકમાત્ર સાઉથ આફ્રિકા સામે આજે ૧:૩૦ વાગ્યાથી બીજી વન-ડે મેચ રમશે ભારત

નવી દિલ્હી તા. ૧૯: સાઉથ આફ્રિકન ટીમ સામે પ્રથમ વન-ડેમાં સેન્ચુરી ફટકારનાર સ્મૃતિ માન્ધનાએ મોટો કીર્તિમાન પોતાને નામે કર્યો છે.
સેન્ચુરી ફટકારતાં જ તે વન-ડે રેન્કિંગમાં ૭૧પ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે પહોંચી ગઇ છે, જયારે તે ટી-ર૦ રેન્કિંગમાં ૭૧પ પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. આ રીતે ર૭ વર્ષની સ્મૃતિ માન્ધના આઇસીસી વિમેન્સ વન-ડે અને ટીર૦ ની ટોપ ફાઇવ રેન્કિંગમાં સ્થાન મેળવનાર એકમાત્ર એશિયન બની હતી. બેન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરે ૧ફ૩૦ વાગ્યાથી ભારતીય ટીમ વન-ડે સિરીઝની બીજી મેચ રમશે. ત્રણ મેચની આ સિરીઝમાં ૧-૦ થી લીડ મેળવનાર કેપ્ટન હરમનપ્રીત કૌરની ટીમ આજની મેચમાં જીત સાથે સિરીઝ જીતી શકે છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
