<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

કેન વિલિયમસને ન્‍યુઝીલેન્‍ડનું ટી-૨૦ તથા વનડે કેપ્‍ટનપદ છોડયું: સેન્‍ટ્રલ કોન્‍ટ્રાક્‍ટ પણ નકાર્યો

નવી દિલ્‍હી,તા. ૧૯: ન્‍યૂઝીલેન્‍ડની ટીમ T20 વર્લ્‍ડ કપ ૨૦૨૪ના સુપર ૮માં પણ પહોંચી શકી નથી. T20 વર્લ્‍ડ કપમાંથી ન્‍યૂઝીલેન્‍ડની ટીમ બહાર થયા બાદ કેન વિલિયમસને ODI અને T20 ટીમની કેપ્‍ટન્‍સી છોડી દીધી છે. વિલિયમસને ૨૦૨૪-૨૫ સીઝન માટેનો કેન્‍દ્રીય કરાર પણ નકારી કાઢ્‍યો છે. તદુપરાંત વિલિયમસન પહેલા જ ટેસ્‍ટ ટીમની કેપ્‍ટનશીપ છોડી ચૂક્‍યો છે. ICC મેન્‍સ T20 વર્લ્‍ડ કપ ૨૦૨૪માં ન્‍યૂઝીલેન્‍ડનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી અને તે સુપર ૮માં પણ પહોંચી શક્‍યું નહીં. ન્‍યૂઝીલેન્‍ડને પહેલા અફઘાનિસ્‍તાન સામે ૮૪ રનથી હારનો સામનો કરવો પડ્‍યો અને ત્‍યારબાદ તેને સહ યજમાન વેસ્‍ટ ઈન્‍ડિઝે ૧૩ રનથી હરાવ્‍યું હતું. આ પછી કિવી ટીમે યુગાન્‍ડાને ૯ વિકેટે અને પાપુઆ ન્‍યૂ ગિનીને સાત વિકેટે હરાવ્‍યું. પરંતુ સુપર ૮ સુધી પહોંચવા માટે આ પૂરતું રહ્યું નહીં. અફઘાનિસ્‍તાન અને વેસ્‍ટ ઈન્‍ડિઝે ગ્રુપ Cમાંથી પ્‍લેઓફમાં જગ્‍યા બનાવી છે.

(3:25 PM IST)