<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

વિવ રિચર્ડ્સ T-20 વર્લ્ડ કપના ઉત્સાહ વચ્ચે ગોલ્ફ રમતા મળ્યા જોવા

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી સર વિવિયન રિચર્ડ્સ એન્ટીગુઆના સીડર વેલી ગોલ્ફ કોર્સમાં ગોલ્ફ રમતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેણે ટી20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝના સહ-યજમાનના દાવા પર પણ પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. ટુર્નામેન્ટનો ગ્રુપ સ્ટેજ પૂરો થઈ ગયો છે અને ટોપ-8 ટીમો સુપર-8 સ્ટેજ માટે પોતાની તૈયારીઓ મજબૂત કરી રહી છે. આ રાઉન્ડની શરૂઆત બુધવારે અમેરિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચથી થશે.વેસ્ટ ઈન્ડિઝે ગ્રૂપ સીમાં તેમની તમામ મેચ જીતીને સુપર 8માં પોતાનું સ્થાન બુક કર્યું છે. હવે T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8ના ગ્રુપ 2માં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થશે. આ મેચ ગુરુવારે સવારે 6 વાગ્યે (ભારતીય સમય મુજબ) રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ સેન્ટ લુસિયાના ડેરેન સેમી ગ્રાઉન્ડમાં રમાશે.આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી સર વિવિયન રિચર્ડ્સ એન્ટીગુઆના સીડર વેલી ગોલ્ફ કોર્સમાં ગોલ્ફ રમતા જોવા મળ્યા હતા. ત્યાં હાજર કેટલાક ભારતીય ક્રિકેટ ફેન્સે તેની સાથે ફોટોગ્રાફ્સ પણ લીધા હતા.વિવ રિચર્ડ્સે કહ્યું કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ સારા ફોર્મમાં છે. તે મજબૂત ટીમ કોમ્બિનેશન સાથે રમી રહ્યો છે. તેની પાસે ઘરની ધરતી પર ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે.

(6:25 PM IST)