News of Monday, 24th June 2024
આજે ભારત-ઓસ્ટ્રેલીયા વચ્ચેની મહત્વની મેચ ધોવાઇ જાય તો શું થશે?

ન્યુયોર્ક તા. ર૪: અમેરિકામાં રમાઇ રહેલ ટી-ર૦ વર્લ્ડ કપ મેચોની સેમી ફાઇનલમાં એ ગ્રુપમાં બે મહત્વના મેચો બાકી છે તેમાંથી એક આજે રાત્રે ભારતીય સમય મુજબ રાત્રે ૮ વાગે સેન્ટ લુસીઆ ખાતે ડેરેન સામ્મી નેશનલ ક્રિકેટ સ્ટેડીયમ ખાતે રમાશે. અને સ્ટેડીયમ ઉપર સમગ્ર મેચ દરમિયાન વાદળાઓ છવાયેલ રહેશે તેવી આગાહી થઇ છે. એકયુ વેધરના વર્તારા મુજબ આજે સવારે સેન્ટ લુસીઆમાં થોડો તડકો રહેશે પરંતુ આ વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવનો સાથે ૮પ% જગ્યાએ વાદળા છવાયેલા રહેશે. જો કે જેમ દિવસ પસાર થતો જશે તેમ વાદળો ઘટીને મેચ સમયે ૪૭% આકાશમાં વાદળા છવાયેલા રહેશે.
ગત સીઝનની ચેમ્પીયન ઇંગ્લેન્ડની ટીમ એક માત્ર એક ટીમ છે જે ગ્રુપ-ર માં સેમી ફાઇનલમાં પહોંચી ગઇ છે. સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. સર્વાંગી રીતે મેચ દરમિયાન કેરીબીયન ટીપીકલ વેધર શું રૂખ અપનાવે છે તે જોવાનું રહ્યું.
અનબીટન ભારતીય ટીમ (૪ પોઇંટસ અને નેટ રન રેઇટ +ર.ર૪પ) સેમી ફાઇનલમાં પહોંચવાની દોડમાં મોખરે છે.જયારે ઓસ્ટ્રેલીયન (ર પોઇંટ્સ અને નેટ રન રેઇટ +૦.રર૩) સાથે જો ભારત સામે હારી જશે તો મેચમાંથી ફેંકાઇ જશે.આ પછી જો અફઘાનીસ્તાન (ર પોઇન્ટસ અને નેટ રન રેઇટ માઇનસ -૦.૬પ૦) બાંગ્લા દેશ (૦ પોઇન્ટ્ અને નેટ રન રેઇટ -ર.૪૮૯) ને સુપર એઇટના છેલ્લા મેચમાં ભારત સાથે અફઘાનીસ્તાન ગ્રુપ-૧ માં સેમી ફાઇનલમાં પહોંચનાર બે ટીમ માહેની એક બનશે.
(2:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
