<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

જબરો અપસેટ : અફઘાનિસ્‍તાન સેમીફાઇનલમાં : ઓસ્‍ટ્રેલીયા ફેંકાયુ

હવે ૨૭મીએ અફઘાનિસ્‍તાન અને સાઉથ આફ્રિકા વચ્‍ચે સેમીફાઇનલ મેચ

નવી દિલ્‍હી તા. ૨૫ :ᅠમેન્‍સ ટી૨૦ વર્લ્‍ડ કપમાં અફઘાનિસ્‍તાનની ટીમે ઈતિહાસ રચી દીધો છે. અફઘાનિસ્‍તાને સુપર-૮ની મેચમાં બાંગ્‍લાદેશની ટીમને ૮ રને હરાવીને સેમિફાઈનલમાં એન્‍ટ્રી કરી લીધી છે. આ સાથે જ ઓસ્‍ટ્રેલિયાની સેમિ ફાઈનલ રમવાની આશા પર પાણી ફેરવી દીધું છે.ᅠ

ટી-૨૦ વર્લ્‍ડકપના સુપર-૮દ્ગક છેલ્લી મેચમાં બાંગ્‍લાદેશ અને અફઘાનિસ્‍તાન વચ્‍ચે રોમાંચક મેચ કિંગ્‍સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્‍ડમાં રમાઈ હતી. અફઘાનિસ્‍તાનની ટીમે બાંગ્‍લાદેશને ૮ રને હરાવીને સેમી ફાઇનલમાં જગ્‍યા બનાવી લીધી છે. બાંગ્‍લાદેશને આ મેચ જીતવા માટે ૧૧૪ (DLS)નો ટાર્ગેટ હતો. પરંતુ નવીન ઉલ હકે સતત ૨ વિકેટ ઝડપીને મેચ અફઘાન ટીમની તરફેણમાં ફેરવી દીધી હતી. આ જ મેચમાં કેપ્‍ટન રાશિદ ખાને ૪ વિકેટ ઝડપીને બાંગ્‍લાદેશની કમર તોડી નાખી હતી.

બાંગ્‍લાદેશ સામે અફઘાનિસ્‍તાની જીત થતાં જ ઓસ્‍ટ્રેલિયાની ટીમ ટુર્નામેન્‍ટમાંથી બહાર ફેંકાય ગઈ છે. હવે ૨૭મીએ અફઘાનિસ્‍તાન ત્રિનિદાદમાં સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ઓસ્‍ટ્રેલિયા ૨૦૨૧માં ટી૨૦ વર્લ્‍ડ કપ ચેમ્‍પિયન બન્‍યું હતું. પરંતુ, આ વખતે તેની સફર સુપર-૮માં જ પુરી થઈ ગઈ છે. આ જીત અફઘાનિસ્‍તાન ક્રિકેટ માટે ઐતિહાસિક છે. કારણ કે આ જીતે અફઘાનિસ્‍તાનને વર્લ્‍ડ ચેમ્‍પિયન બનવાના સપનાની એક ડગલું નજીક લઈ ગયું છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્‍તાને પાંચ વિકેટ ગુમાવીને ૧૧૫ રન બનાવ્‍યા હતા. અફઘાન ટીમની શરૂઆત ઘણી ધીમી રહી હતી. ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લા ગુરબાઝે ૧૦.૪ ઓવરમાં ૫૪ રનની પાર્ટનરશીપ કરી હતી. મેચમાં ગુરબાઝ અને ઝદરાન પાવરપ્‍લેનો ફાયદો ઉઠાવી શક્‍યા ન હતા. લેગ સ્‍પિનર   રિશાદ હુસૈને ઝદરાનને આઉટ કરીને આ પાર્ટનરશીપ તોડી હતી. ત્‍યારબાદ અફઘાનિસ્‍તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી.

(2:29 PM IST)