તા. ૨૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૬ શુક્રવાર
News of Tuesday, 25th June 2024
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત : બનાવ્યો શુભમન ગિલને કેપ્ટન

નવી દિલ્હી: BCCIએ સોમવારે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. બંને ટીમો વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાશે. પ્રથમ મેચ 6 જુલાઈએ ઝિમ્બાબ્વે અને ભારત વચ્ચે રમાશે. ખાસ વાત એ છે કે ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. તેને પ્રથમ વખત ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અભિષેક શર્મા, નીતીશ રેડ્ડી, રિયાન પરાગ, તુષાર દેશપાંડે, ધ્રુવ જુરેલને પ્રથમ વખત ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, તેની સાથે ગિલ, ખલીલ અહેમદ, અવેશ ખાન અને રિંકુ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત સહિત ઘણા સિનિયર ખેલાડીઓને આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે.હાલમાં ટીમ ઈન્ડિયા T-20 વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. ભારત સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની નજીક છે. T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થશે.ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ T20 6 જુલાઈએ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. જ્યારે બીજી T20 7 જુલાઈએ, ત્રીજી T20 10 જુલાઈએ, ચોથી T20 13 જુલાઈએ અને પાંચમી અને છેલ્લી T20 મેચ 14 જુલાઈએ રમાશે. તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યાથી રમાશે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
