<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

જેએસડબલ્‍યુ ગ્રુપે ઓલિમ્‍પિક ગેમ્‍સ પેરિસમાં એકિઝબિશન ખુલ્લું મુકયું

રાજકોટ, તા. ર૬ : પેરિસ, ફ્રાન્‍સ - જેએસડબ્‍લ્‍યુ ગ્રુપેરવિવારે યજમાન શહેર પેરિસમાંઓલિમ્‍પિક મૂવમેન્‍ટના સ્‍થાપકપિયેર દ કુબર્ટિનના જીવન અને વારસાની ઉજવણી તથા ગેમ્‍સમાં ભારતની હાજરીના ૧૦૦ વર્ષની ઊજવણી કરતા એક એક્‍ઝિબિશનના ઉદ્ધાટન સાથે ઓલિમ્‍પિક દિવસની ઊજવણી કરી હતી. એક્‍ઝિબિશનને ખુલ્લું મૂકવાના પ્રસંગે જેએસડબ્‍લ્‍યુ ફાઉન્‍ડેશનના ચેરપર્સનશ્રીમતી સંગીતા જિંદાલ અને ઇન્‍સ્‍પાયર ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ સ્‍પોર્ટના સ્‍થાપકપાર્થ જિંદાલ સાથે આઈઓસીના પ્રમુખ શ્રી થોમસ બેક, સંસ્‍કળતિ પ્રધાનમેડમ રચિદા દાતી,ફ્રાન્‍સ પ્રજાસત્તાકમાં ભારતના રાજદૂત,  જાવેદ અશરફ અને પિયેર દ કુબર્ટિન ફેમિલી એસોસિયેશનના પ્રેસિડેન્‍ટ શ્રીમતી એલેક્‍ઝાન્‍ડ્રા દ નેવેસીલ તેમની સાથે જોડાયા હતા. આ એક્‍ઝિબિશન પેરિસના સાતમા એરોન્‍ડિસમેન્‍ટનાટાઉન હોલમાં યોજાશે અને સપ્‍ટેમ્‍બરમાં પેરિસ ૨૦૨૪સમર પેરાલિમ્‍પિક ગેમ્‍સના અંત સુધી ચાલશે.  આ પ્રસંગે જેએસડબ્‍લ્‍યુ ફાઉન્‍ડેશનના ચેરપર્સન શ્રીમતી સંગીતા જિંદાલે જણાવ્‍યું હતું કે, ઙ્કજેએસડબ્‍લ્‍યુગ્રુપ પેરિસમાં જિનિયસ ઓફ સ્‍પોર્ટ એક્‍ઝિબિશનમાં ‘ઓલિમ્‍પિક્‍સમાં ભારતના ૧૦૦ વર્ષ'ના આયોજનને સમર્થન આપતા ખુશી અનુભવે છે. આ અનોખા એક્‍ઝિબિશન દ્વારાઅમે પિયેર દ કુબર્ટિનના જીવન અને વારસાની તેમજ ભારતની નોંધપાત્ર ઓલિમ્‍પિક સફર અને સફળતાના ૧૦૦ વર્ષની ઉજવણી કરીએ છીએ.

(3:27 PM IST)