News of Thursday, 27th June 2024
વેસ્ટ ઇન્ડિઝમાં ટી-૨૦ વર્લ્ડકપ જીતીને ફરી આ રીતે ઉજવણી કરવી છે
૧૯૮૩ના વર્લ્ડ કપ વિજયની ઉજવણી કરી ભારતીય દિગ્ગજોએ વેસ્ટ ઇન્ડીઝમાં

નવી દિલ્હી : ૧૯૮૩ની પચીસમી જૂને ક્રિકેટ જગતમાં પહેલી વખત ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. કપિલ દેવની કૅપ્ટન્સી હેઠળની આ જીતે ભારતીય ટીમને ક્રિકેટ જગતમાં એક નવી શક્તિ તરીકે સ્થાપિત કરી હતી. ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલ પહેલાં પચીસમી જૂને વેસ્ટ ઇન્ડીઝમાં ચૅમ્પિયન ટીમના ખેલાડીઓએ આ જીતની ૪૧મી વર્ષગાંઠ પર કેક-કટિંગ કરીને સેલિબ્રેશન કર્યું હતું. રવિ શાષાીએ આ સેલિબ્રેશનના ફોટો શેર કર્યા હતા. જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડના વર્તમાન પ્રેસિડન્ટ રોજર બિન્ની, સુનીલ ગાવસકર અને ભારતીય વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત સાથે કેક કાપતા જોવા મળ્યા હતા. ચીફ સિલેક્ટર અજિત આગરકર અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ સેલિબ્રેશનમાં સાથે જોવા મળ્યા હતા.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
