<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

જાડેજા એક રોકસ્‍ટાર ખેલાડી

બે મેચમાં ખરાબ પ્રદર્શનથી તેના ભવિષ્‍ય પર સવાલ ન ઉઠાવી શકાયઃ ગાવસ્‍કર

નવી દિલ્‍હીઃ ટી૨૦ વર્લ્‍ડ કપ માં માત્ર ૨૦ રન કરનાર અને એક વિકેટ લેનાર ગુજરાતી ઓલરાઉન્‍ડર રવીન્‍દ્ર જાડેજા ઓસ્‍ટ્રેલિયા સામે એક કેચ છોડવાને કારણે ભારે ટ્રોલ થઇ રહ્યો છે.ભારતીય ટીમની પ્‍લેઇંગ ઇલેવનમાં તેના સ્‍થાન પર સવાલ ઊઠતા ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાસ્‍વકર ટ્રોલર્સ પર ભડકયા હતા. એક શોમાં કહ્યું કે જાડેજા ફોર્મને લઇને કોઇ ચિંતા નથી. તે એક અનુભવી ખેલાડી છે અને તે બેસ્‍ટ પ્રદર્શન કરશે. બે મેચમાં ખરાબ પ્રદર્શન કરવાથી તેના ભવિષ્‍ય પર સવાલ ન ઉઠાવી શકાય, તે એક રોકસ્‍ટાર ખેલાડી છે. આ બધા સવાલો માત્ર ટીવી માટે સારા લાગે તમે પ્‍લેઇંગ ઇલેવનમાં જાડેજાના સ્‍થાન પર સવાલ ન ઉઠાવી શકો.

(3:28 PM IST)