<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ફાઇનલ માટે કોહલીએ ફોર્મ બચાવીને રાખ્‍યુ હશે : રોહિત

હિટમેનના જવાબથી બધા હસી પડયા

નવી દિલ્‍હીઃ આઇસીસી  ટી૨૦ વર્લ્‍ડ કપમાં ટીમ ઈન્‍ડિયાએ ઈંગ્‍લેન્‍ડને ૬૮ રનથી માત આપીને ફાઈનલમાં એન્‍ટ્રી કરી લીધી છે પરંતુ ટીમ ઈન્‍ડિયા માટે કોહલીનું ખરાબ ફોર્મ હવે માથાનો દુખાવો બની ચૂકયુ છે.

ટી૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૪ની સેમિ ફાઈનલ મેચમાં વિરાટ કોહલી ઈંગ્‍લેન્‍ડની ટીમની સામે એક સિક્‍સરથી માત્ર ૯ રન જ બનાવી શકયો અને રીસ ટોપ્‍લેના બોલ પર ક્‍લીન બોલ્‍ડ થઈ ગયો. કોહલીના ખરાબ ફોર્મ પર રોહિત શર્માએ મેચ બાદ કહ્યું, આપણે સૌ તેનો ક્‍લાસ જાણીએ છીએ અને જ્‍યારે તમે છેલ્લા ૧૫ વર્ષથી રમી રહ્યા હોવ તો ફોર્મ કયારેય સમસ્‍યા રહી નથી.

રોહિતે કોહલીના ખરાબ ફોર્મનો બચાવ કરતાં કહ્યું કે મારા ખ્‍યાલથી ફાઈનલ માટે તેણે આને બચાવીને રાખ્‍યું છે. વિરાટ કોહલીનું બેટ અત્‍યાર સુધી ચૂપ રહ્યું છે.

(3:38 PM IST)