News of Monday, 1st July 2024
રોહિત અને વિરાટને પેન્શન મળશે

નવી દિલ્હીઃ જો કોઈ ખેલાડીએ ભારત માટે ૨૫ થી વધુ ટેસ્ટ મેચ રમી હોય તો તેને પેન્શન તરીકે દર મહિને ૭૦ હજાર રૂપિયા આપવામાં આવે છે. જયારે ૨૫ થી ઓછી ટેસ્ટ મેચ રમનારા ક્રિકેટરોને પેન્શન તરીકે દર મહિને ૬૦ હજાર રૂપિયા આપવામાં આવે છે. આ સંદર્ભમાં બંને દિગ્ગજો રોહિત શર્મા અને વિરાટ કોહલીને પેન્શન મળશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ વિશ્વનું સૌથી ધનિક બોર્ડ છે. બીસીસીઆઇ માત્ર ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો માટે જ નહીં પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા ક્રિકેટરો માટે પણ પેન્શનની જોગવાઈ ધરાવે છે. બીસીસીઆઇના પેન્શન સ્લેબ હેઠળ, ૨૦૦૩ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા અને ૧ થી ૭૪ મેચ રમનારા ક્રિકેટરોને પેન્શન તરીકે દર મહિને ૩૦ હજાર રૂપિયા આપવામાં આવે છે. ૭૫ થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમનારા ખેલાડીઓને પેન્શન તરીકે ૪૫ હજાર રૂપિયા મળે છે. બીસીસીઆઇ મહિલા ક્રિકેટરોને પણ પેન્શન ચૂકવે છે. ૫ થી ૯ ટેસ્ટ રમનારને ૩૦ હજાર રૂપિયા આપવામાં આવે છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
