News of Monday, 1st July 2024
એણે મને ગુરૂદક્ષિણા આપી, હવે તેને હું ગિફટ આપીશ.. રોહીતના કોચ દિનેશ લાડ થયા ભાવુક
ટી-૨૦માંથી નિવૃતિ લેવાનો રોહિતનો નિર્ણય એકદમ યોગ્ય, હવે તેનું લક્ષ્ય વન-ડે વર્લ્ડ કપ અને ટેસ્ટ ચેમ્યિપનશીપ જીતવાનું છે હવેનો વર્લ્ડકપ ભારતમાં જ રમાવાનો છે, અત્યારે નિવૃત્તિની વાતો ન કરો

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમે ટી૨૦ વર્લ્ડ કપ જીતીને દેશને મોટી ભેટ આપી છે. આખો દેશ જીતની ઉજવણી કરી રહ્યો છે. આખી દુનિયા ભારતને જીત માટે અભિનંદન આપી રહી છે. ટીમના ખેલાડીઓ પણ ખૂબ જ ખુશ છે અને તેમના પરિવાર અને મિત્રો પણ ખૂબ જ ભાવુક છે. આ દરમિયાન, વિશ્વ કપ ટ્રોફી જીતીને દેશનું ગૌરવ વધારનાર રોહિત શર્માને તેના બાળપણના કોચ દિનેશ લાડે એક ભાવનાત્મક સંદેશ આપ્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાના પ્રિય શિષ્યની સફળતા જોઈને તે ખૂબ જ ભાવુક થઈ ગયો અને તેની આંખો છલકાઇ ગઇ હતી. તેણે કહ્યું કે રોહિત શર્માએ મને ગુરુ દક્ષિણા આપી છે. વર્લ્ડ કપ ટ્રોફી જીતીને તેણે પોતાનું વચન પૂરું કર્યું છે.ᅠ
કોચ દિનેશ લાડે કહ્યું કે હું ખુશ છું કે રોહિત શર્માએ વર્લ્ડ કપ ટ્રોફી જીત્યા બાદ નિવૃત્તિની જાહેરાત કરી.
રોહિત શર્માએ ૨૦૦૭ ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના એક ભાગ તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારે પણ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો હતો અને જીત્યા બાદ રોહિત ઘરે આવ્યો હતો ત્યારે તેણે તેના મિત્રો સાથે મળીને ૬૫ ઈંડા ખાધા હતા. આ વખતે અમે તેના માટે ૧૦૦ ઈંડા રાખીશું.
રોહિત શર્માનું હવે પછીનું લક્ષ્ય વનડે વર્લ્ડ કપ અને ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાનું છે. તેણે કહ્યું કે મને વિશ્વાસ છે કે તે દિવસ પણ જલ્દી આવશે જયારે ભારત આ બંને ફોર્મેટમાં પણ ચેમ્પિયન બનશે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
