તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Monday, 1st July 2024
બે વર્ષ રોકાઇ જાવ... ડ્રેસીંગરૂમમાં રોહિત - વિરાટને મનાવવાના આખી ટીમે પ્રયાસ કર્યા હતા : સૂર્યા
હવેનો વર્લ્ડકપ ભારતમાં જ રમાવાનો છે, અત્યારે નિવૃત્તિની વાતો ન કરો

નવી દિલ્હી : સૂર્ય કુમાર યાદવે કહ્યું કે ભારતીય ટીમ ચેમ્પિયન બનતા સૌ ખુશ થઇ ગયા હતા. પરંતુ જયારે બંને સિનિયર ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે બધા ભાવુક થઈ ગયા. બંનેને ડગઆઉટ અને ડ્રેસિંગ રૂમમાં કહેવામાં આવી રહ્યું હતું કે, તમે રોકાઇ જાઓ, આગામી વર્લ્ડ કપ ભારતમાં જ છે.
સૂર્યાએ બંનેની નિવૃત્તિ અંગે કહ્યું કે, ‘હું માનું છું કે આવી ક્ષણે રમત છોડવી ખૂબ જ મુશ્કેલ છે. આટલા મોટા અવસર પર તેમણે રમતને અલવિદા કહ્યું તે સારું છે. જયારે તેઓ ડગઆઉટ અને ડ્રેસિંગ રૂમમાં બેઠા હતા ત્યારે અમે બધા તેમના બાજુમાં ઉભા થઇ ગયા હતા અને કહેતા હતા કે ‘કોઇ વાંધો નથી, હજુ દોઢ વર્ષ છે, બે વર્ષ પછી ભારતમાં વર્લ્ડકપ થવાનો છે, અત્યારે નિવૃત્તીની વાતો ન કરો આગામી સમયમાં જોઇશું'. પરંતુ કદાચ બંનેએ મક્કમ મન બનાવી લીધું હતું. મારા મતે નિવૃત્તિ માટે આનાથી સારી તક બીજી કોઈ ન હોઈ શકે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
