News of Monday, 1st July 2024
વર્લ્ડકપ જીત્યા બાદ ધ્રુસકે-ધ્રુસકે રડ્યો હાર્દિક : છતાં કેમ ન પીગળ્યું નતાશાનું દિલ ?
નતાશા અને હાર્દિકના સંબંધોમાં ખટાશના સમાચારે જોર પકડ્યું : જીતનો આનંદ એવો હતો કે હાર્દિકના આંસુ રોકાતા ન હતા, છતાં પણ હાર્દિક પંડ્યાના સમર્થનમાં પત્નિ નતાશાએ પોસ્ટ ન કરી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ ટી૨૦ વર્લ્ડકપ જીતતાની સાથે મેદાન પર ખુશીના આંસુ જોવા મળ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલીથી લઈને વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા સુધીની પાંપણ ભીની જોવા મળી હતી.
જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ હતો.વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે વીડિયો કોલ પર વાત કરતો જોવા મળ્યો હતો પરંતુ હાર્દિક પંડ્યા એકલો જોવા મળ્યો હતો.
તેની પત્ની નતાશા સ્ટેનકોવિક ન તો સ્ટેડિયમમાં જોવા મળી હતી અને ન તો તેણે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ શેર કરી હતી કે ન તો તેને જીત પર અભિનંદન આપવા માટે વીડિયો કોલ કર્યો હતો. ત્યાર બાદ ફરી એકવાર નતાશા અને હાર્દિકના સંબંધોમાં ખટાશના સમાચારે જોર પકડ્યું હતું. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર યુઝર્સે તેમના સંબંધો વિશે વાત કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે બંને અલગ થઈ ગયા છે
(5:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
