તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Friday, 5th July 2024
વર્લ્ડકપની એક ટ્રોફી ભારતમાં રહેશે અને એક દુબઇ? જાણો કેમ રાખવામાં આવે છે બે-બે ટ્રોફી
બન્ને ટ્રોફી એકસરખી જ છે, પરંતુ તફાવત એ છે કે...

મુંબઇઃ ભારતે ૧૭ વર્ષ બાદ ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો અને હવે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની ટ્રોફી સાથે ભારત પરત આવી ગઈ છે. ભારત આવ્યા બાદ ટીમ ઈન્ડિયા ટ્રોફી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી હતી, અને તે પછી મુંબઈમાં ટીમ ઈન્ડિયા વિજય પરેડ કરી હતી. વિક્ટરી પરેડમાં સમગ્ર ભારતની નજર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના ઉત્સાહ અને ક્રિકેટ ટીમે જીતેલી ટ્રોફી પર હતો. પરંતુ, શું તમે જાણો છો કે ટીમ ઈન્ડિયા જે ટ્રોફી લઈને જઈ રહી છે, તેવી જ બીજી ટ્રોફી પણ છે જે દુબઈમાં જ રહેશે. આવો આજે જાણીએ શું છે, આ બંને ટ્રોફીની હકીકત.
શું ત્યાં બે ટ્રોફી છે?
આઇસીસી દ્વારા વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવે છે. વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ઘણી મેચો હોય છે અને પછી તેમાથી વિજેતા ટીમને વર્લ્ડ કપ ટ્રોફી આપવામાં આવે છે. ખરેખર, આઇસીસીપાસે બે ટ્રોફી છે. ટ્રોફી એવી છે જેનો ઉપયોગ આઇસીસી દ્વારા પ્રચારમાં કરવામાં આવે છે. તમે જોયું હશે કે, જ્યારે પણ વર્લ્ડ કપ થાય છે, તેના થોડા દિવસો પહેલા વિશ્વ કપની ટ્રોફી વિશ્વભરમાં ફરે છે.
ટી-૨૦ વર્લ્ડ કપ ટ્રોફીમાં શું છે ખાસ?
આ વખતે પણ વર્લ્ડ કપ પહેલા આઇસીસીએ ટ્રોફી ટૂર શરૂ કરી હતી, ત્યારબાદ આ ટ્રોફીએ આખી દુનિયાનો પ્રવાસ કર્યો. આ ટ્રોફી માત્ર એ જ દેશોમાં જતી નથી જ્યાં ટીમો મેચ રમે છે. આ સિવાય આ ટ્રોફી ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે અન્ય દેશોમાં મોકલવામાં આવે છે. અને એ પછી ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ આ ટ્રોફીને આઇસીસી હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે, જે દુબઈમાં આવેલું છે.
આ વચ્ચે હવે પ્રશ્ન એ થાય કે, તો બીજી ટ્રોફી કઈ છે? તેના જવાબમાં તમને જણાવી દઈએ કે આઇસીસી દ્વારા દરેક ટૂર્નામેન્ટ માટે એક ટ્રોફી તૈયાર કરાવવામાં આવે છે, આ ટ્રોફી વિજેતા ક્રિકેટ ટીમના કેપ્ટનને આપવામાં આવે છે. આ ટ્રોફી ટીમ પોતાની સાથે લઈને જાય છે. જોકે, આ બંને ટ્રોફી દેખાવમાં તો એક સમાન જ લાગે છે, પરંતુ તેમની વચ્ચેનો તફાવત એ છે કે આઇસીસી ટ્રોફી પર આઇસીસીનો લોગો છે, જ્યારે ટીમને જે ટ્રોફી આપવામાં આવે છે, તેના પર વર્ષના વર્લ્ડ કપનો લોગો હોય છે. અને આ બંને ટ્રોફી અસલી હોય છે.
૨૦૧૧માં થઈ હતી બબાલ
વર્ષ ૨૦૧૧માં જ્યારે ભારતે વર્લ્ડ કપ જીત્યો ત્યારે એવા સમાચાર બહાર આવ્યા હતા, એ વખતે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને નકલી ટ્રોફી આપવામાં આવી હતી. હકીકતમાં તે વખતે એક ટ્રોફીને કસ્ટમમાં રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ ઘણા સવાલો પણ ઉભા થયા હતા. જો કે, આઇસીસીએ એક સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ભારતને જે ટ્રોફી આપવામાં આવી છે, તે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૧ની અસલી ટ્રોફી છે. આ એ જ ટ્રોફી છે, જે અમે ટૂર્નામેન્ટના અંતે વિજેતાને આપવા માંગતા હતા.
આઇસીસીએ જણાવ્યું હતું કે,જે ટ્રોફી ભારતને આપવામાં આવી હતી, તે ટ્રોફી પર આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૧નો વિશેષ લોગો છે. આ સાથે આઇસીસીએ કહ્યું હતું કે, જે ટ્રોફી મુંબઈના કસ્ટમમાં અટવાઈ છે, તે માત્ર પ્રચાર માટે તૈયાર કરવામાં આવેલી ટ્રોફી છે, જેને દુબઈમાં રાખવામાં આવે છે
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
