<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ટીમ ઇન્‍ડિયાને મળ્‍યો ૧૨૫ કરોડનો ચેક, વાનખેડેમાં જીતનો જશ્‍ન

મુંબઇમાં વિજય પરેડમાં માનવ સમુંદર ઉમટયો : કોહલી, બુમરાહ, હાર્દિક ભાવુક બન્‍યા ટીમ વતી ચાહકોનો આભાર, હું ખૂબ જ ખુશ અને રાહત અનુભવુ છું : રોહિત

મુંબઇ તા. ૫ : વર્લ્‍ડ કપ જીતનારી ટીમ ઈન્‍ડીયાના ખેલાડીઓનું ભારે દબદબાભેર સન્‍માન કરાયું હતું અને તેમને ઈનામી રકમ પણ અપાઈ હતી.૧૩ વર્ષ બાદ વિશ્વ વિજેતા બનેલી ટીમ ઈન્‍ડીયા પર આજે આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે અને મોટી શાનો-શોકતથી જીતની ઉજવણી કરી રહ્યો છે. ટીમ ઈન્‍ડીયાના ખેલાડીઓનું મોટું સન્‍માન કરાયું. પહેલા પીએમ મોદીએ દિલ્‍હી બોલાવીને સન્‍માન આપ્‍યું ત્‍યાર બાદ બીસીસીઆઈએ વાનખેડે સ્‍ટેડિયમમાં ટીમ ઈન્‍ડીયાનું સન્‍માન તરીકે તેને ઈનામી રકમ ૧૨૫ કરોડનો ચેક અર્પણ કર્યો હતો.મરીન ડ્રાઈવથી વાનખેડે સ્‍ટેડિયમ સુધી વિજય પરેડટીમ ઈન્‍ડિયાના ખેલાડીઓએ મરીન ડ્રાઈવથી વાનખેડે સ્‍ટેડિયમ સુધી વિજય પરેડ કરી હતી જેમાં બધા ખેલાડીઓ ખુલ્લી બસમાં સવાર થઈને ચાહકોનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્‍ટેડિયમ પહોંચ્‍યાં હતા અને ચાહકો સાથે ડાન્‍સ કર્યો હતો.કોહલી-બુમરાહ ઈમોશનલ બન્‍યાં.

તમામનો આભાર માનતાં કેપ્‍ટન રોહિત શર્માએ કહ્યું કે આ ટ્રોફી આખા દેશ માટે છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીને મળવું ખૂબ જ સન્‍માનની વાત હતી. હું ખૂબ જ ખુશ અને રાહત અનુભવું છું. ભારતીય ટીમ અને બીસીસીઆઇ વતી દરેકનો આભાર. રોહિતે કહ્યું કે મુંબઈ ક્‍યારેય નિરાશ કરતું નથી. અમારૂં અદ્‌ ભુત સ્‍વાગત થયું. ટીમ વતી અમે ચાહકોનો આભાર માનવા માંગીએ છીએ. હું ખૂબ જ ખુશ અને રાહત અનુભવું છું. રોહિતે પોતાના સાથી ખેલાડી હાર્દિક પંડ્‍યાની પણ પ્રશંસા કરી હતી. આ દરમિયાન, ઉત્‍સાહી ભીડે ‘હાર્દિક, હાર્દિક'ના નારા લગાવ્‍યા. અહીં હાર્દિકે ભાવુક થઈને ઉભા થઈને ચાહકોનું અભિવાદન કર્યું હતું.

સ્‍ટેડિયમમાં પ્રવેશ્‍યા બાદ ખેલાડીઓ ચાહકો સાથે ડાન્‍સ કરતા જોવા મળ્‍યા હતા. સમગ્ર મેદાનમાં ફરીને ચાહકોનું અભિવાદન કર્યું હતું.રોહિત-કોહલીએ સાથે મળીને ટ્રોફી ઉપાડી હતી.

રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર ટ્રોફી સાથે ફોટો પડાવતા જોવા મળ્‍યા હતા. બંને અનુભવી ખેલાડીઓએ ટી૨૦ વર્લ્‍ડ કપ જીત્‍યા બાદ ટી૨૦ ઈન્‍ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. વિજય પરેડ દરમિયાન બંને ખેલાડીઓ ટ્રોફી સાથે જોવા મળ્‍યા હતા

(12:16 PM IST)