News of Friday, 5th July 2024
દીકરીઓએ કર્યું શાનદાર પ્રદર્શન : ભારતે એશિયન લેક્રોસ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

નવી દિલ્હી: ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ઉઝબેકિસ્તાનના સમરકંદમાં રમાયેલી વરિષ્ઠ મહિલા લેક્રોસ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો. ગુરુવારે રમાયેલી ફાઇનલમાં ભારતનો અનુભવી સાઉદી અરેબિયા સામે 9-11થી પરાજય થયો હતો. આ અત્યંત રોમાંચક મેચમાં ભારત તરફથી ઝુલા કુમારી ગુર્જર અને વિશાખા મેઘવાલે ત્રણ-ત્રણ ગોલ, સુકાની સુનીતા મીનાએ બે અને ડાલી ગામેતીએ એક ગોલ કર્યો હતો. ગોલકીપર દીપિકા બામણિયાનું પ્રદર્શન પણ પ્રશંસનીય રહ્યું હતું. ટીમમાં અન્ય ખેલાડીઓ હેમલતા ડાંગી, મીરા દોજા, રાધિકા જેડે, કીર્તિ કુરુવા, રાશિ ગૌર, દિવ્યાંશી દવે, રિદ્ધિમા વાઘેલા, અલકા સિંહ હતા. આ ટીમની સાથે ટ્રેનર નીરજ બત્રા અને શકીલ ખાન, મેનેજર ડો.ગંગાધર્યા, આસિસ્ટન્ટ મેનેજર સલીમ ખાન, ચીફ ડે મિશન શહઝાદ ખાન, સૌરભ વેતાલ હતા. ભારતીય ટીમની કેપ્ટન સુનીતા મીના 22 ગોલ સાથે સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ સ્કોરર રહી હતી. એશિયા પેસિફિક લેક્રોસ ફેડરેશનના ચેરમેન જાપાનના ક્રિસ જિન્નો દ્વારા વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. લેક્રોસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી તૌસીફ અહેમદ લારી, રાજસ્થાનના રમત ગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, આદિજાતિ મંત્રી બાબુલાલ ખરાડી, ધારાસભ્ય ફૂલસિંહ મીના, પ્રતાપ ભીલ, ઉદય લાલ ડાંગી, ઉદયપુરના ડિવિઝનલ કમિશનર રાજેન્દ્ર ભટ્ટ, આદિજાતિ કમિશનર પ્રજ્ઞા કેવલરામાણીએ ભારતની ઐતિહાસિક સિદ્ધિ પર અભિનંદન આપ્યા હતા. આદિએ અભિનંદન પાઠવ્યા હતા. ફાઇનલમાં પહોંચીને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં યોજાનારી એશિયા પેસિફિક ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થઈ ગઈ છે, જ્યાં વર્લ્ડ કપની ટીમોની પસંદગી થવાની છે.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
