<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

છૂટાછેડાની અફવાઓ વચ્ચે હાર્દિક પંડ્યાએ પુત્ર સાથે શેર કર્યો ફોટો, કહ્યું- હું તમારા માટે બધું કરીશ.

ફોટો શેર કરતી વખતે હાર્દિક પંડ્યાએ કેપ્શન લખ્યું કે, 'My 1! હું જે કંઈ પણ કરું છું તે તમારા માટે જ કરું છુ

મુંબઈ :ટીમ  ઈન્ડિયાના ખેલાડીઓ T20 વર્લ્ડ કપ જીતીને સ્વદેશ પરત ફર્યા છે. આ સમય દરમિયાન, ખેલાડીઓનું હવે તેમના ઘરે પણ ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે.

T20 વર્લ્ડ કપ જીતીને હાર્દિક પંડ્યા પોતાના ઘરે પરત ફર્યો છે. ઘરે પરત ફર્યા બાદ તેણે તેના પુત્ર સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમના પુત્રનો આ ફોટો હવે વાયરલ થયો છે.

  આ ફોટો શેર કરતી વખતે હાર્દિક પંડ્યાએ કેપ્શન લખ્યું કે, 'My 1! હું જે કંઈ પણ કરું છું તે તમારા માટે જ કરું છુ

ં. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે. આ દરમિયાન ખેલાડીઓના પરિવારજનો તેની સાથે જોવા મળ્યા હતા, પરંતુ આ પછી પણ હાર્દિકની પત્ની નતાશા ક્યાંય જોવા મળી ન હતી. જે બાદ તેમના સંબંધોમાં ખટાશના સંકેતો જોવા મળ્યા હતા. જેના કારણે ફરી એકવાર તેમના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું છે.

(11:46 PM IST)