News of Monday, 8th July 2024
ગૌતમ ગંભીર ફરી કેકેઆરને કહેશે બાય-બાય ઇડન ગાર્ડન્સમાં શૂટ કર્યો ફેરવેલ વિડિયો

નવી દિલ્હી તા. ૮ : કેપ્ટન તરીકે કોલકાતા નાઇટ રાઇડર્સને બે વાર અને મેન્ટર તરીકે આ વર્ષે ચેમ્પિયન બનાવનારᅠગૌતમ ગંભીરᅠફરી એક વાર આ ટીમને બાય-બાય કહેવા જઈ રહ્યો છે. શ્રીલંકા ટૂરથી ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ તરીકેનો કાર્યકાળ શરૂ કરશે. એ પહેલાં તેઓ કલકત્તાના ઈડન ગાર્ડન્સ પહોંચ્યા હતા.
અહેવાલો અનુસાર ગયા શુક્રવારે તેમણે અહીં ફેરવેલ વિડિયો શૂટ કર્યો હતો જે ટૂંક સમયમાં કેકેઆરના સોશ્યલ મીડિયા પર જોવા મળી શકે છે. કેકેઆરના એક અધિકારીએ ખુલાસો કર્યો કે જતાં પહેલાં ગંભીર કેકેઆરના ફેન્સને પોતાનો સંદેશ આપવા માગતા હતા એથી તેમણે આ ફેરવેલ વિડિયો શૂટ કર્યો હતો
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
