<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

રાહુલ દ્રવિડે દિલ જીતી લીધું : BCCI તરફથી વધારાનું બોનસ નકારી કાઢ્યું

નવી દિલ્હી: ક્રિકેટને જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે. આ વાત બધા જાણે છે, પરંતુ આ વિચારને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજોએ સાચો સાબિત કર્યો છે જે પૈસાને નહીં પરંતુ રમતની ભાવનાને મહત્વ આપે છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ દ્રવિડ સાથે જોડાયેલી આ પ્રકારની માહિતી સામે આવી રહી છે, જેના કારણે તેણે ફરી એકવાર પ્રશંસકોનું દિલ જીતી લીધું છે.દ્રવિડે તેની નિઃસ્વાર્થ શૈલી માટે ઘણી વખત પ્રશંસા મેળવી છે. ક્રિકેટની દુનિયામાં, રાહુલ દ્રવિડ તેના રમતના દિવસોથી જ એક તેજસ્વી ખેલાડીની સાથે સાથે એક સારા વ્યક્તિ તરીકે ઓળખાય છે. કોચ તરીકે તેની સફર પણ શાનદાર રહી. ખેલાડી યુવાન હોય કે અનુભવી, દરેક વ્યક્તિ તેના વ્યક્તિત્વની પ્રશંસા કરે છે. પોતાની નિઃસ્વાર્થ શૈલીનું લેટેસ્ટ ઉદાહરણ રજૂ કરતા દ્રવિડે વધુ એક દાખલો બેસાડ્યો છે.રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયા ત્રણ આઈસીસી ફાઈનલ રમી હતી. બે વાર ટ્રોફી ગુમાવ્યા પછી, ટીમ ઇન્ડિયાએ આખરે T20 વર્લ્ડ કપ 2024 જીતીને તેના કોચને યાદગાર વિદાય આપી.આ ખુશીના અવસર પર BCCI દ્વારા T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ માટે 125 કરોડ રૂપિયાની રકમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાંથી 5 કરોડ રૂપિયા વિજેતા ટીમના મુખ્ય કોચ એટલે કે રાહુલ દ્રવિડને આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ દ્રવિડે ઇનકાર કરી દીધો હતો. ઈનામની રકમમાંથી અડધી રકમ આપવાનું નક્કી કર્યું છે.મળતી માહિતી મુજબ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને 5 કરોડ રૂપિયા મળ્યા હતા. જ્યારે ટીમના અન્ય કોચને 2.5 કરોડ રૂપિયા આપવાના હતા. આવી સ્થિતિમાં દ્રવિડે નિર્ણય લીધો છે કે અન્ય કોચની જેમ તે પણ 2.5 કરોડ રૂપિયા લેશે. એટલે કે, દ્રવિડે તેના સપોર્ટ સ્ટાફ જેટલું બોનસ લેવાનું નક્કી કર્યું.ભારતે કેન્સિંગ્ટન ઓવલ ખાતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે સાત રને રોમાંચક જીત મેળવીને 2024 મેન્સ ટી20 વર્લ્ડ કપ જીત્યાના એક દિવસ પછી, BCCI સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે ટીમને કુલ 125 કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે.

(5:09 PM IST)