<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય : શ્રીલંકા અથવા દુબઈમાં મેચ યોજવા કહેશે

આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી: પાકિસ્તાનને બદલે શ્રીલંકા અથવા દુબઈમાં મેચ યોજવા આઇસીસીસાઈને વિનંતી કરશે.

 

મુંબઈ : ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે નહીં જાય , એક રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ અંગે ICC સાથે વાત કરશે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઈબ્રિડ મોડલ હેઠળ થઈ શકે છે. ટીમ ઈન્ડિયાની મેચો દુબઈ અથવા શ્રીલંકામાં યોજાઈ શકે છે. આ પહેલા એશિયા કપમાં પણ આવું જ બન્યું હતું.

  પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તમામ મેચો માટે લાહોરમાં ભારતની યજમાની કરવા દબાણ કરી રહ્યું છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે ટૂર્નામેન્ટ યોજવા માટે હાઇબ્રિડ મોડલ જ એકમાત્ર રસ્તો છે. બોર્ડના ટોચના સૂત્રોનું કહેવું છે કે આઇસીસીને હાઇબ્રિડ મોડલ સૂચવવામાં આવી રહ્યું છે, જેમાં દુબઇ અથવા શ્રીલંકાને ભારતની મેચો માટે પ્રાથમિકતા આપવામાં આવશે. સૂત્રોએ વધુમાં કહ્યું કે, આ એવો નિર્ણય નથી જે ક્રિકેટ બોર્ડ લઈ શકે, ભારત-પાકિસ્તાનના સંબંધોને ધ્યાનમાં રાખીને તેમણે સરકારની પરવાનગી લેવી પડશે.

(11:12 AM IST)