<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

અમેરિકન ટીમમાં સ્‍થાન ન મળતા આંચકો લાગ્‍યો હતો : ઉન્‍મુકત ચંદ

અમેરિકાની ટીમમાં રમવા માટે આ ખેલાડીએ ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી

નવી દિલ્‍હી : ૨૦૧૨માં ભારતને અન્‍ડર-૧૯ વર્લ્‍ડ કપ જિતાડનાર ઉન્‍મુક્‍ત ચંદે અમેરિકન ટીમમાં રમવા માટે ૨૦૨૧માં ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પણ ૩૧ વર્ષના ઉન્‍મુક્‍ત ચંદનેᅠટી૨૦ વર્લ્‍ડ કપᅠ૨૦૨૪ માટે અમેરિકન ટીમમાં સ્‍થાન ન મળતાં મોટો આંચકો લાગ્‍યો હતો. તેણે કહ્યું હતું કે ‘ત્‍યારે મારી અંદર આંતરિક લડાઈ ચાલી રહી હતી, એ મને તોડી રહી હતી. એ વાસ્‍તવિકતા મનેᅠઅલગ-અલગ તબક્કામાં તોડવાનું કામ કરી રહી હતી.'

(1:16 PM IST)