<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

ઈંગ્લેન્ડે 114 રનથી વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું : એન્ડરસનને વિજય સાથે વિદાય આપી

નવી દિલ્હી: ઇંગ્લેન્ડે શુક્રવારે લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડિઝને ઇનિંગ્સ અને 114 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે, ઇંગ્લિશ ટીમે તેના મહાન ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને યાદગાર વિદાય આપી.ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ લોર્ડ્સમાં રમાઈ હતી. ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સ માત્ર 121 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઈંગ્લિશ ટીમે 371 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ, હેરી બ્રુક અને જેમી સ્મિથે અડધી સદી ફટકારી હતી.વેસ્ટ ઈન્ડિઝ તરફથી જેડન સીલ્સે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય ગુડાકેશ મોતી અને જેસન હોલ્ડરને 2-2 વિકેટ મળી હતી. પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડે 250 રનની લીડ લીધી હતી, જેને વેસ્ટ ઈન્ડિઝની ટીમના બેટ્સમેનો ફરી એકવાર ફ્લોપ સાબિત થયા હતા. વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ બીજા દાવમાં 136 રનમાં પેવેલિયન પરત ફરી હતી.ઈંગ્લેન્ડની જીતનો હીરો ફાસ્ટ બોલર ગસ એટકિન્સન હતો. પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચ રમવા આવેલા એટકિનસને પ્રથમ દાવમાં સાત અને બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે જ પોતાની છેલ્લી મેચ રમી રહેલા જેમ્સ એન્ડરસને કુલ 4 વિકેટ ઝડપી હતી. તમને જણાવી દઈએ કે, ત્રીજા દિવસની રમત શરૂ થતા પહેલા જેમ્સ એન્ડરસનને તેના સાથી ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

(7:46 PM IST)