<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

ગુજરાત છોડીને ફરી ઉત્તર પ્રદેશ માટે રમશે પીયૂષ ચાવલા

 નવી દિલ્હી: વરિષ્ઠ લેગ સ્પિનર ​​પિયુષ ચાવલા ફરીથી ઉત્તર પ્રદેશ પરત ફર્યા છે અને આગામી સ્થાનિક સિઝનની સાથે, તે ઓગસ્ટમાં લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં યોજાનારી ઉત્તર પ્રદેશ T20 લીગમાં પણ રમતા જોવા મળશે.બે વખતનો વર્લ્ડ ચેમ્પિયન લેગ સ્પિન ઓલરાઉન્ડર ઉત્તર પ્રદેશ છોડીને 2016માં ગુજરાત આવ્યો હતો. તેણે સાત વર્ષ સુધી ગુજરાત માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી અને હવે તે ફરીથી ઉત્તર પ્રદેશમાં પરત ફરવા માટે તૈયાર છે. તે હાલમાં ઉત્તર પ્રદેશ માટે સફેદ બોલ ક્રિકેટ રમતા જોવા મળશે. જો કે તેણે રણજી ટ્રોફી રમવાની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી નથી.ઇએસપીએન ક્રિકઇન્ફો સાથે વાત કરતા ચાવલાએ કહ્યું કે તે આ સિઝનમાં ઉત્તર પ્રદેશ માટે સફેદ બોલથી રમશે પરંતુ લાલ બોલ એટલે કે રણજી ટ્રોફી રમવાનું પણ વિચારશે. ચાવલાએ ઉત્તર પ્રદેશ માટે તેની છેલ્લી મેચ ઓક્ટોબર 2016માં જયપુરમાં બંગાળ સામે રમી હતી, જેમાં તે ઈજાગ્રસ્ત થયો હતો.ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં બીજા નંબરે સૌથી વધુ 192 વિકેટ ઝડપનાર બોલર 35 વર્ષીય ચાવલા બે અઠવાડિયામાં પોતાની ટ્રેનિંગ શરૂ કરશે. અત્યાર સુધી તે પહેલા ODI વર્લ્ડ કપ અને પછી T20 વર્લ્ડ કપની કોમેન્ટ્રીમાં વ્યસ્ત જોવા મળ્યો હતો.ચાવલા ઉત્તર પ્રદેશના સૌથી સફળ ક્રિકેટરોમાંથી એક છે. તેણે 2005માં ઉત્તર પ્રદેશ માટે ડેબ્યૂ કર્યું હતું. ત્રણેય ફોર્મેટમાં તેના નામે 1014 વિકેટ છે, જેમાં ફર્સ્ટ ક્લાસમાં 445, લિસ્ટ Aમાં 254 અને T20માં 315 વિકેટનો સમાવેશ થાય છે.તેણે ભારત માટે ત્રણ ટેસ્ટ, 25 ODI અને સાત T20I પણ રમી છે અને 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય હતો.

(5:37 PM IST)