News of Sunday, 14th July 2024
સૌરવ ગાંગુલીએ 3 વર્ષ પછી ટીકાકારોને આપ્યો જવાબ કહ્યું- લોકો ભૂલી ગયા મેં રોહિત શર્માને કમાન સોંપી હતી
2021માં જ્યારે સૌરવ ગાંગુલીએ કોહલી બાદ રોહિત કેપ્ટન બનાવ્યો ત્યારે તેની ઘણી ટીકા થઈ હતી: BCCI અને કોહલી વચ્ચે ખૂબ જ અણબનાવ થયો:કોહલીને કેપ્ટનશિપ છોડવાની ફરજ પડી હતી

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પોતાના ટીકાકારો પર આકરા પ્રહારો કર્યા છે.જેણે ભારતીય ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માની નિમણૂક કરવા બદલ તેની ટીકા કરી હતી. ટી20 વર્લ્ડ કપ 2021 બાદ વિરાટ કોહલીએ ટી20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ત્યાર બાદ થયેલા વિવાદને કારણે કોહલીએ અન્ય બે ફોર્મેટની કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી. કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ BCCIએ રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો હતો. .
તે સમયે સૌરવ ગાંગુલી બીસીસીઆઈના અધ્યક્ષ પદ પર હતા. વિરાટ કોહલી પાસેથી કેપ્ટનશીપ છીનવીને રોહિત શર્માને આ જવાબદારી સોંપવાના તેમના નિર્ણયની ભારે ટીકા થઈ હતી.
શનિવાર, 13 જુલાઈના રોજ, ગાંગુલીએ ફરી એકવાર બોમ્બશેલ નિવેદન આપ્યું અને તેના ટીકાકારોને રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમની સફળતા પર ધ્યાન આપવા કહ્યું. ગાંગુલીએ કહ્યું કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે T20 વર્લ્ડ કપ 2024ની જીતની ઉજવણી કરી, પરંતુ બધા ભૂલી ગયા કે તેણે જ રોહિતને ભારતીય ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.
સૌરવ ગાંગુલીએ કહ્યું, "જ્યારે મેં ભારતીય ટીમની કપ્તાની રોહિત શર્માને સોંપી હતી, ત્યારે બધાએ મારી ટીકા કરી હતી. હવે જ્યારે ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ જીત્યો છે, તો દરેક લોકો મને આ માટે ગાળો આપી રહ્યા છે." મને લાગે છે કે દરેક લોકો ભૂલી ગયા છે કે મેં જ તેને ભારતીય ટીમનો કેપ્ટન નિયુક્ત કર્યો હતો.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટીમ 2022 T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી હતી. છેલ્લા 12 મહિનામાં ટીમે ત્રણ ICC ટૂર્નામેન્ટની ફાઈનલ રમી છે. તેમાંથી બેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે એકમાં ટીમ જીતી હતી
(5:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
