News of Monday, 15th July 2024
૨૧ વર્ષનો કાર્લોસ અલ્કારાઝ સતત બીજા વર્ષે વિમ્બલ્ડન ચેમ્પિયન
૨૪ ગ્રેન્ડ સ્લેમ જીતનાર જોકોવિચને હરાવીને ૨૮.૬+ કરોડ રૃપિયા પણ જીત્યો

નવી દિલ્હીઃ સ્પેનના ૨૧ વર્ષના ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝે ગઈ કાલે વિમ્બલ્ડન મેન્સ સિંગલ્સ ફાઇનલમાં નોવાક જોકોવિચને ૬-૨, ૬-૨, ૭-૬થી હરાવ્યો હતો. ૨૪ ગ્રેન્ડ સ્લેમ જીતનાર જોકોવિચને હરાવીને અલ્કારાઝે સતત બીજું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું હતું. તેના કરીઅરનું આ ચોથું ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ હતું. મેન્સ સિંગલ્સ જીતીને કાર્લોસ અલ્કારાઝ આ વર્ષે ૨૮.૬+ કરોડ રૃપિયાનું ઇનામ જીત્યો હતો.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
