<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

ઝિમ્બાબ્વે સિરીઝમાં 8 પાસ, 7 ફેલ આ હતું ટીમ ઈન્ડિયાનું રિપોર્ટ કાર્ડ : ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી 4-1થી જીતી લીધી પરંતુ શ્રેણીમાં યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું

કેપ્ટન ગિલથી લઈને ડેબ્યુ કરનાર અભિષેક શર્મા સહિતનાએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું ટીમ ઈન્ડિયાનો જયજયકાર થયો

નવી દિલ્હી તા.૧૫ : ટીમ ઈન્ડિયાનો ઝિમ્બાબ્વે પ્રવાસ હવે પૂરો થઈ ગયો છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સાથે 5 મેચની T20 શ્રેણી રમી હતી. શુભમન ગીલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી 4-1થી કબજે કરી હતી. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી હતી. પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ બાકીની ચાર મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

હવે અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ સિરીઝમાં નિષ્ફળ અને પાસ થયા છે. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાના 8 પ્લેયર્સ પાસ થતા અને 7 પ્લેયર્સ ફેલ થતા જોવા મળ્યા હતા. કેપ્ટન ગિલથી લઈને ડેબ્યૂ કરનાર અભિષેક શર્માએ આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

(5:13 PM IST)