News of Thursday, 18th July 2024
ગંભીરે રોહિત શર્માની છુટ્ટી રદ્દ કરીઃ શ્રીલંકામાં રમવું પડશે ! વિરાટ-બુમરાહને આરામ

નવી દિલ્હીઃ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા જ રોહિત શર્મા વનડે શ્રેણીમાં રમવાના સમાચાર સામે આવ્યા છે.
રોહિત હાલ છુટ્ટી પર છે. પરંતુ, એવું માનવામાં આવે છે કે તેને બે ઓગસ્ટથી શરૂ થનારી ભારત-શ્રીલંકા વનડે શ્રેણીમાં પુનરાગમન કરવું પડી શકે છે. કોચ ગંભીરે તેની છુટ્ટી રદ્દ કરી દીધી છે.
શ્રીલંકા સામેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની રાહ જોવાઈ રહી છે, પરંતુ તે પહેલા ટી૨૦ ટીમની કપ્તાની અંગે હંગામો વધી ગયો છે.
ક્રિકબઝના અહેવાલ અનુસાર, રોહિત શર્મા શ્રીલંકા પ્રવાસ પર વનડે શ્રેણી રમતો જોવા મળી શકે છે.
જો રોહિત શર્મા શ્રીલંકા પ્રવાસે જશે તો તે આ શ્રેણીમાં કેપ્ટનશિપની જવાબદારી પણ સંભાળતો જોવા મળશે. રિપોર્ટ અનુસાર, રોહિતની શ્રીલંકામાં વનડે શ્રેણી રમવાની શક્યતાઓ છે, કારણ કે ભારતે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા લાંબો સમય વન-ડે શ્રેણી રમવાની નથી.
હાલમાં રોહિત શર્મા પરિવાર સાથે રજાઓ ગાળી રહ્યો છે. પત્ની અને પુત્રી સાથે UKની મુલાકાતે ગયો હતો. જો કે, રોહિતે હજુ સુધી શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં રમવા અંગે કોઈ પુષ્ટિ કરી નથી. પરંતુ, એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં તે બીસીસીઆઇ તેની ઉપલબ્ધતા વિશે જાણ કરશે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
