<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

અમે સારા અને આતિથ્‍યશીલ લોકો : અમારે ત્‍યાં રમવા આવો : શોએબ મલીક

ચેમ્‍પીયન્‍સ ટ્રોફી રમતા આવવા ભારતને પાકિસ્‍તાનના પૂર્વ ઓલરાઉન્‍ડરની વિનંતી બંને દેશો વચ્‍ચે રાજકીય તણાવઃ ભારતે ર૦૦૮ બાદ એક વખત પણ પાકિસ્‍તાનની મુલાકાત લીધી નથી

નવી દિલ્‍હી, તા. ર૬ :  ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫ આ વખતે પાકિસ્‍તાનમાં યોજાવાની છે. જે માટે, ભારતીય ટીમ માટે હાલમાં ત્‍યાં મુસાફરી કરવી ખૂબ મુશ્‍કેલ લાગે છે. આ અંગે BCCI અને PCB વચ્‍ચે હજુ સુધી કોઈ ચર્ચા થઈ નથી. ટીમ ઈન્‍ડિયાએ છેલ્લે વર્ષ ૨૦૦૮માં પાકિસ્‍તાનનો પ્રવાસ કર્યો હતો. ત્‍યારથી બંને દેશો વચ્‍ચે ચાલી રહેલા રાજકીય તણાવને કારણે ભારતે એક વખત પણ પાકિસ્‍તાનની મુલાકાત લીધી નથી.

PCB એ ભારતને પાકિસ્‍તાનમાં ક્રિકેટ રમવા મળે તે માટે ઘણી વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે એક વખત પણ પોતાનું વલણ બદલ્‍યું ન હતું. વર્ષ ૨૦૨૩માં રમાયેલા એશિયા કપ દરમિયાન પણ ટીમ ઈન્‍ડિયાએ પોતાની તમામ મેચો શ્રીલંકામાં રમી હતી.

પાકિસ્‍તાનના અનુભવી ઓલરાઉન્‍ડર શોએબ મલિકે ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫માં ભાગ લેવા માટે આમંત્રણ આપ્‍યું છે. મલિક માને છે કે, રાજકારણને રમતગમતથી દૂર રાખવું જોઈએ અને તેઓએ આ મુદ્દા પર ભાર મૂકતા સૂચન કર્યું કે, ભારત-પાકિસ્‍તાન વચ્‍ચેના કોઈપણ દ્વિપક્ષીય મુદ્દાને તેમની ક્રિકેટ-સંબંધિત ઘટનાઓથી અલગ રીતે ઉકેલવા જોઈએ.

અમે ઘણા સારા લોકો છીએ. અમે ખૂબ જ આતિથ્‍યશીલ લોકો છીએ, તેથી મને ખાતરી છે કે, ભારતીય ટીમ આવવી જ જોઈએ.

(4:21 PM IST)