<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

મિશન પેરિસ ઓલિમ્‍પિકસઃ આપણા તીરંદાજો કવાર્ટર ફાઇનલમાં

મહિલા ટીમ ચોથા સ્‍થાને અને પુરૂષોની ટીમ ત્રીજા સ્‍થાને રહી કરી કવાર્ટર ફાઇનલમાં એન્‍ટ્રી

નવી દિલ્‍હીઃ ભારતની પુરુષ અને મહિલા ટીમે પેરિસ ઓલિમ્‍પિક્‍સમાં તીરંદાજી ઇવેન્‍ટ્‍સમાં દમદાર પ્રદર્શન કરીને ક્‍વોર્ટર ફાઇનલમાં સ્‍થાન મેળવ્‍યું છે. મહિલા ટીમે (૧૯૮૩ પોઇન્‍ટ્‍સ) ચોથા ક્રમે અને પુરુષ ટીમે (૨૦૧૩ પોઇન્‍ટ્‍સ) ત્રીજા સ્‍થાને રહીને ક્‍વોર્ટર ફાઇનલમાં એન્‍ટ્રી મારી હતી.

જયારે ધીરજ બોમ્‍માદેવરા (૬૮૧ પોઇન્‍ટ્‍સ) અને અંકિતા ભક્‍ત (૬૬૬ પોઇન્‍ટ્‍સ)ના શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે ભારત મિક્‍સ્‍ડ તીરંદાજી ટીમ ૧૩૫૭ પોઇન્‍ટ સાથે પાંચમા ક્રમે રહ્યું હતું. ટોચની ચાર ટીમને ક્‍વોર્ટર ફાઇનલમાં સીધું સ્‍થાન મળે છે, જયારે પાંચમાંથી બારમા સ્‍થાને રહેલી ટીમ રાઉન્‍ડ ઓફ-૧૬માં રમે છે.

દીપિકા પહેલી વાર મિક્‍સ્‍ડ ટીમ ઇવેન્‍ટમાં નહીં રમે, કારણ કે મહિલાઓમાં અંકિતા ભક્‍તે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

(4:07 PM IST)