News of Sunday, 28th July 2024
પેરિસ ઓલમ્પિક :ભારતીય મહિલા એથ્લિટ્સએ રંગ રાખ્યો : નિખત ઝરીન બાદ મનિકા બત્રાનો ટેબલ ટેનિસમાં વિજય
મનિકા બત્રાએ ગ્રેટ બ્રિટનની એન્ના હર્સી સામે રાઉન્ડ 64માં જીત: આ રાઉન્ડમાં તે 4-1 સાથે વિજેતા બની

પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારતનો બીજો દિવસ ઘણા સારા સમાચાર લઈને આવ્યો હતો. ભારત માટે મહિલા એથ્લિટ્સે ઘણી મેચ જીતી હતી. ભારતને પહેલો મેડલ પણ મળ્યો હતો. ભારત માટે શૂટર મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતી વિવિધ હતી.
ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ ગ્રેટ બ્રિટનની એન્ના હર્સી સામે રાઉન્ડ 64માં જીત નોંધાવી હતી. આ રાઉન્ડમાં તે 4-1 સાથે વિજેતા બની હતી.
બે વખતની વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીને પેરિસ ઓલિમ્પિકમાં મહિલા 50 કિગ્રા પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે રવિવારે જર્મનીની મેક્સી કરીના ક્લોત્ઝરને હરાવી હતી. 28 વર્ષીય નિખાતે નોર્થ પેરિસ એરેનામાં છેલ્લા 32 રાઉન્ડની મેચમાં જર્મન બોક્સર સામે 5-0થી જીત મેળવી હતી. ગુરુવારે રમાનારી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં નિખતનો સામનો એશિયન ગેમ્સ અને વર્તમાન ફ્લાયવેટ વર્લ્ડ ચેમ્પિયન ચીનની વુ યુના સામે થશે. ટોચની ક્રમાંકિત વુ યુને પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યો હતો.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
