<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

વિમેન્‍સ ટી-૨૦ ઇન્‍ટરનેશનલમાં ૧૦૦ મેચ રમનાર યંગેસ્‍ટ પ્‍લેયર બની જેમિમા રોડ્રિગ્‍સ

નવી દિલ્‍હી,તા.૨૯: વિમેન્‍સ ટી-૨૦ એશિયા કપ ૨૦૨૪ની ફાઇનલમાં ઊતરતાંની સાથે જ જેમિમા રોડ્રિગ્‍સ ટી-૨૦ ઇન્‍ટરનેશનલમાં ૧૦૦ મેચ રમનારી ચોથી ભારતીય બની હતી. આ સાથે જ તે ૧૦૦ ટી-૨૦ ઇન્‍ટરનેશનલ મેચ રમનાર યંગેસ્‍ટ ખેલાડી બની ગઈ હતી. તે ૨૩ વર્ષ ૩૨૭ દિવસની ઉંમરે ૧૦૦મી મેચ રમી છે અને તેણે વાઇસ-કેપ્‍ટન સ્‍મૃતિ માન્‍ધના (૨૬ વર્ષ ૮૩ દિવસ)ના રેકોર્ડને પાછળ છોડીને આ રેકોર્ડ પોતાને નામે કર્યો છે.

(2:30 PM IST)