<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

દીકરી માટે પિતાએ છોડી દીધી હતી નોકરીઃ બોક્‍સરમાંથી શૂટર બનેલી મનુ છે ઓલરાઉન્‍ડર

હરિયાણાના ગામ ગોરિયાની વતની મનુ ભાકર શૂટિંગ પહેલા બોક્‍સિંગ અને માર્શલ આર્ટમાં પણ મેડલ જીતી હતી. પરંતુ ઇજાના કારણે તેની કરીયર ખતમ થઇ ગઇ. આ પછી પિતા રામ કિશને પિસ્‍ટલ દીકરીના હાથમાં આપી દીધી. અભ્‍યાસ બાદ તે દરરોજ ૬ થી ૭ કલાક શૂટિંગની પ્રેક્‍ટિસ કરતી હતી. તેનામાં નંબર વન શૂટર બનવાનો જૂસ્‍સો હતો દીકરીનો રમતગમતમાં રસ જોઇ પિતાએ નોકરી છોડી હતી, તેનામાં નંબર વન શૂટર બનવાનો જૂસ્‍સો હતો. દીકરીનો રમતગમત રસ જોઇ પિતાએ નોકરી છોડી દીધી મનુ. ભાકરે શૂટિંગ પહેલા અન્‍ય ઘણી રમતમાં પણ ભાગ લીધો છે. જેમાં કરાટે, થાન્‍ગ તા, ટાન્‍તા, સ્‍કેટિંગ, સ્‍વિમિંગ અને ટેનિસનો સમાવેશ થાય છે. તેણે કરાટે, થાન્‍ગ તા અને ટાન્‍તામાં નેશનલ મેડલ જીત્‍યા છે. અને સતત ત્રણ વખત ટાન્‍તામાં નેશનલ ચેમ્‍પિયન રહી છે. તેણે સ્‍કેટિંગમાં સ્‍ટેટ મેડલ પણ જીત્‍યો છે. મનુ સ્‍કૂલમાં સ્‍વિમિંગ અને ટેનિસ પણ રમી ચૂકી છે.

(4:07 PM IST)