News of Wednesday, 31st July 2024
મારૂ દિલ, મારા અગુ તું મને દરરોજ આગળ વધવામાં મદદ કરે છે : દિકરાના જન્મદિને હાર્દિકની ઇમોશનલ પોસ્ટ

નવી દિલ્હી : હાર્દિક પંડ્યાએ ગઈ કાલે તેના દીકરા અગસ્ત્યના બર્થ-ડે પર ક્યુટ વિડિયો શેર કરીને ઇમોશનલ પોસ્ટ કરી હતી. દીકરા સાથેની મસ્તીની ક્ષણોને યાદ કરીને તેણે કેપ્શનમાં લખ્યું હતું કે ‘તું મને દરરોજ આગળ વધવામાં મદદ કરે છે. મારા ક્રાઇમ પાર્ટનરને જન્મદિવસની શુભકામનાઓ. મારૂં દિલ, મારા અગુ, હું તને આ શબ્દોથી વધુ ેમ કરૂં છું.'
હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની જાહેરાતના એક દિવસ પહેલાં નતાશા સ્ટેનકોવિચ દીકરા અગસ્ત્યને તેના દેશ સર્બિયા લઈ ગઈ હતી. બન્ને અગસ્ત્યના કો-પેરન્ટ બની રહેશે અને તેનો ખર્ચ સાથે ઉપાડશે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
