<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

જબરો ફ્રેન, ૨૨ હજાર કિ.મી. સાયકલ પર પ્રવાસ કરી નિરજ ચોપડાને મળવા પહોંચ્‍યો આ યુવાન

નવી દિલ્‍હી,તા.૩૧: ટી-૨૦ વર્લ્‍ડકપ બાદ હવે ભારતીયોમાં ઓલિમ્‍પિકસને લઇને પણ ભારે ક્રેઝ જોવ મળી રહ્યો છે. ફેન્‍સ એથ્‍લીટ્‍સની મેચની અપડેટ લઇ રહ્યા છે. આ બધા વચ્‍ચે ગોલ્‍ડન બોય નીરજ ચોપડાના એક જબરા ફેને સૌનું ધ્‍યાન ખેચ્‍યુ છે. ૨૦૨૨ની ૧૫ ઓગસ્‍ટે કેરલાના કાલિકટથી શાંતિ અને એકતાના સંદેશ સાથે સાઇકલ પર નીકળેલા ફૈઝ અશરફ અલીને હાલમાં લંડન સુધીની યાત્રા પુરી કરી હતી. પણ નીરજ ચોપડાને મળવા માટે તેણે ૧૪ જુલાઇએ લંડનથી પેરિસ સુધી સાઇકલયાત્રા શરૂ કરી હતી. તે ૩૦ દેશમાંથી અંદાજે ૨૨ હજાર કિલોમીટરનું અંતર કાપીને પેરિસમાં નીરજ ચોપડાને મળ્‍યો હતો.

(2:26 PM IST)